નવસારી : થર્ટી ફર્સ્ટ પહેલા જ બૂટલેગરોનો પ્લાન નિષ્ફળ! ચીખલીમાં 334 બોટલ દારૂ ભરેલી કાર સાથે એક ઝડપાયો

117

નવસારી : આગામી દિવસોમાં 31 ડિસેમ્બર આવનારી છે ત્યારે થર્ટી ફર્સ્ટને ધ્યાનમાં રાખીને બૂટલેગરો સક્રિય બન્યા છે.ત્યારે પોલીસ પણ આવા બૂટલેગરોના પ્લાન ઉપર પાણી ફેરવવા માટે પોલીસ પણ તૈયાર છે.આમ નવસારી એલસીબી પોલીસે ચીખલી વિસ્તારમાં 334 બોટલ દારૂ પકડ્યો હતો.કાર સાથે એક આરોપીની પણ ધરપકડ કરી હતી.

બનાવની પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર નવસારી એલસીબી પોલીસ ચીખલી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી.દરમ્યાન પો.કો-કિરણભાઈ ભગુભાઈ તથા પો.કો-વિપુલભાઇ નાનુભાઈ ને ખાનગી રહે બાતમી મળી હતી કે ચીખલીના સમરોલી રામનગર સ્વામિનારાયણ મંદિર પાસે પિયુષ દિનેશભાઇ પાંચાલના ઘરની બહાર એક સફેદ કલરની આઈ-20 કાર નં:જીજે-21-સીએ- 4917માં વિદેશી દારૂનો જથ્થો ભરેલ છે.જે હકીકત બાતમીના આધારે નવસારી એલસીબી પોલીસે રેડ પાડતા કારમાંથી વિદેશી દારૂ-ટીન બિયરની નાની-મોટી બોટલ નંગ: 334 જેની કિંમત રૂ.38,800,આઈ-20 કારની કિંમત રૂ.4 લાખ તેમજ એક મોબાઈલ કિં.રૂ-500 ગણી કુલ્લે રૂ.4,39,300 નો મુદ્દામાલ કબ્જે કરી પકડાયેલ આરોપી પાસે દારૂના જથ્થાની પાસ પરમીટ માંગતા ન હોવાની કબૂલાત કરતા પોલીસે પિયુષ દિનેશભાઇ પાંચાલ (રહે.રામનગર સોસાયટી સમરોલી તા.ચીખલી)ને ઝડપી પાડ્યો હતો.

જ્યારે દારૂનો જથ્થો મંગાવનાર દિનકર પટેલ (રહે.કુંભાર ફળીયા ગોપીવાડી તા.જી.નવસારી) તેમજ દારૂનો જથ્થો આપનાર દેવો (રહે.સાદડવેલ) ને પોલીસ ચોપડે વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.

એલસીબી પોલીસ ચીખલી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી.દરમ્યાન પો.કો-કિરણભાઈ ભગુભાઈ તથા પો.કો-વિપુલભાઇ નાનુભાઈ ને ખાનગી રહે બાતમી મળી હતી કે ચીખલીના સમરોલી રામનગર સ્વામિનારાયણ મંદિર પાસે પિયુષ દિનેશભાઇ પાંચાલના ઘરની બહાર એક સફેદ કલરની આઈ-20 કાર નં:જીજે-21-સીએ-4917માં વિદેશી દારૂનો જથ્થો ભરેલ છે.

જે હકીકત બાતમીના આધારે નવસારી એલસીબી પોલીસે રેડ પાડતા કારમાંથી વિદેશી દારૂ-ટીન બિયરની નાની-મોટી બોટલ નંગ: 334 જેની કિંમત રૂ.38,800,આઈ-20 કારની કિંમત રૂ.૪ લાખ તેમજ એક મોબાઈલ કિં.રૂ-500 ગણી કુલ્લે રૂ.4,39,300 નો મુદ્દામાલ કબ્જે કરી પકડાયેલ આરોપી પાસે દારૂના જથ્થાની પાસ પરમીટ માંગતા ન હોવાની કબૂલાત કરતા પોલીસે પિયુષ દિનેશભાઇ પાંચાલ (રહે.રામનગર સોસાયટી સમરોલી તા.ચીખલી) ને ઝડપી પાડ્યો હતો.

Share Now

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here