ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ જી.આર. ઉધવાણીનું કોરોના થી થયું નિધન

58

કોરોના એ હાહાકાર મચાવ્યો છે ત્યારે તાજેતરમાં દિવાળી ઉપર કોરોના થી સંક્રમિત થયેલ ત્રણ જજ પૈકી એક જજ નું કરૂણ નિધન થયું હતું.
વિગતો મુજબ ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ જી.આર. ઉધવાણીનું આજે કોરોનાથી નિધન થયું છે. છેલ્લા 15 દિવસથી તેમને કોરોના ડિટેકટ થયો હતો.ગઇકાલે રાત્રે તેમની તબિયત વધારે લથડી પડી હતી અને આજે વહેલી સવારે અંતિમ શ્વાસ લીધા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે દિવાળીના તહેવારો દરમિયાન ગુજરાત હાઇકોર્ટેના ત્રણ જજ કોરોના સંક્રમિત થયા હતા,જેમાં જસ્ટિસ એસી રાવ,જસ્ટિસ જી.આર. ઉધવાણી અને જસ્ટિસ આર.એમ. સરીન કોરોના સંક્રમિત થયા હતા. આ પહેલાં હાઈકોર્ટેના રજિસ્ટ્રી વિભાગના અનેક કર્મચારીઓ કોરોના સંક્રમિત થયા હતા.જે પૈકી જસ્ટીસ ઉધવાણી નું કોરોના ને કારણે નિધન થયુ હતું.

Share Now

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here