ઈન્સ્ટાગ્રામ પર મળેલી અમદાવાદની મોડલે શારીરિક સુખ માણ્યા બાદ કહ્યું….હવે તારે

198

સોશિયલ મીડિયામાં સારી દેખાતી અને અજાણી યુવતી સાથે કોઈ પણ પ્રકારની પ્રવૃતિ કરતા પહેલા વિચારજો.ક્યારેક એનું એવું માઠું પરિણામ જોવું પડે છે.મામલો પોલીસ ચોપડે પહોંચે છે.આવો જ એક કિસ્સો અમદાવાદના નરોડા વિસ્તારમાંથી સામે આવ્યો છે.જેમાં બંને પક્ષે સામસામે ફરિયાદ નોંધી છે.કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં હનિટ્રેપની ફરિયાદ નોંધાઈ છે.અમદાવાદ શહેરના નરોડા વિસ્તારમાં એક મોડલ યુવતીએ પોતાની સુંદરતાની માયાજાળમાં એક યુવકને ફસાવી રૂ. 10 લાખ રૂપિયા પિતા પાસે માગ્યા છે.ઈન્ટરનેટ પર અજાણી યુવતી સાથે ચેટ કરતા પહેલા વિચારજો.એ સુંદરતાને હથિયાર બનાવીને હનિટ્રેપનો શિકાર તો નથી બનાવતી ને.અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં રહેતો અને ગારમેન્ટનો વ્યાપાર કરતો વિશાલ નામનો યુવાન એરલાઈન્સ એવિએશનનો અભ્યાસ કરવા માટે કેનેડા ગયો હતો.જ્યાંથી ઈન્સ્ટાગ્રામ પરથી એ અમદાવાદમાં રહેતી અને મોડેલિંગ કરતી યુવતીના સંપર્કમાં આવ્યો હતો.ઈન્સ્ટાગ્રામ પ્લેટફોર્મ પરથી બંને એકબીજા સાથે ચેટિંગ કરતા.આ મોડલ પોતાના સંબંધીને મળવા માટે દુબઈ ગઈ હતી.એ દરમિયાન યુવકના માતાની તબિયત બગડતા તે અમદાવાદ પરત આવ્યો હતો.આ દરમિયાન બંને પ્રથમ વખત દુબઈમાં મળ્યા હતા.બંન્ને વચ્ચેની દોસ્તી પ્રેમમાં ફેરવાઈ ગઈ.અમદાવાદ આવ્યા બાદ બંનેએ એકબીજાની સંમતીથી શારીરિક સંબંધ બાંધ્યા.આ પછી યુવતી અને તેની માતાએ યુવકને બ્લેકમેઈલ કરવાનું શરૂ કર્યું.તેણે યુવકના પિતા પાસેથી રૂ.10 લાખની માગ કરી હતી.જો તે પૈસા નહીં આપે તો દુષ્કર્મની ફરિયાદ કરવાની પણ ધમકી આપી હતી.

આ પ્રકારની ધમકીથી કંટાળીને યુવકના પિતાએ કૃષ્ણનગર પોલીસનો સંપર્ક કરી આ યુવતી તેમજ એની માતા સામે ફરિયાદ નોંધાવી છે.નવેમ્બર 2019માં બંને એકબીજાના સંપર્કમાં આવ્યા હતા. લોકડાઉનના સમયમાં બંને એકબીજાની નજીક આવી ગયા હતા.વિશાલના પિતાએ યુવતી તથા એની માતા સામે હનિટ્રેપમાં ફસાવી પૈસા પડાવવા કાવતરૂ ઘડ્યાનો આરોપ મૂક્યો છે.જ્યારે યુવતીએ આક્ષેપ કર્યો છે કે,વિશાલે લગ્ન કરવાનો વિશ્વાસ અપાવી પછી લગ્ન માટે ના પાડી દીધી.જેની સામે યુવતીએ પણ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે.ખાસ વાત એ છે કે,વિશાલના પિતાએ યુવતીની માતા રૂ.10 લાખ માગતી હોવાનો એક ઓડિયો પોલીસ સમક્ષ રજૂ કર્યો છે.પોલીસે આ કેસમાં તપાસ શરૂ કરી દીધી છે.પોલીસે વિશાલ તથા યુવતી અને તેની માતાની ધરપકડ કરી છે.યુવતીની મેડિકલ તપાસ અને આરોપીના કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યા છે.એટલું જ નહીં પોલીસ ટુકડીએ કેટલાક પુરાવાઓ એકઠા કરવાની કામગીરી પણ શરૂ કરી દીધી છે.

Share Now

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here