સુરતના ઉધના પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા PSI એ કર્યો આપઘાત

148

સુરત : સુરતના ઉધના પોલીસ મથકમાં ફરજ બજાવતી એક મહિલા PSI એ આપઘાત કરી લેતા પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી છે.પોતાની જ સર્વિસ રિવોલ્વરલથી મહિલા પીએસઆઇ એ ગોળી મારી આપઘાત કરી લેતા ઉચ્ચ પોલીસ અધિકારીનો કાફલો દોડતો થયો હતો.જોકે PSI એ આપઘાત કયા કારણો સર કર્યો તે કારણ જાણી શકાયું નથી

સુરતના દિલ્હી ગેટ વિસ્તારમાં આવેલ ફલાસા વાડી પોલીસ કોલોની ખાતે રહેતી મહિલા PSIએ પોતાના જ ઘરમાં ગોળી મારી આપઘાત કરી લીધો હતો.મહિલા પીએસઆઇ અનિતા જોશીએ પોતાની સર્વિસ રિવોલવોર માંથી પોતાને ગોળી મારી આપઘાત કરી લીધો હતો.અનિતા જોશી સુરતના ઉધના પોલીસ સ્ટોશનમાં ફરજ બજાવતા હોતા.ઉધનાના પટેલ નગર પોલીસ ચોકીમાં ઇન્વે ચાર્જમાં મહિલા PSI તરીકેની ફરજ બજાવતા હતા.અનિતા જોશી આજે પોલીસ સ્ટેશન ફરજ પર ગયા ન હતા.અને ઘરે પોતાને ગોળી મારી આપઘાત કરી લીધો હતો.ઘટના ની જાણ થતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તાપસ શરૂ હાથ ધરી હતી.ત્યારે જાણવા મળ્યું હતું કે PSI અનિતા જોશી પરણિત છે અને તેને એક બાળક પણ છે.તેવામાં PSL દ્વારા આ પ્રકારે આપઘાત કરી લેવાતા સમગ્ર પોલીસ બેડામાં શોકની કાલિમા સાથે ચકચાર મચી જવા પામી હતી.જોકે પોલીસની તાપસ મા હાલ તો મહિલા PSI એ કયા કારણો સર આ પ્રકારે આપઘાત કર્યો તે તો જાણી શકાયું નથી.મહિલા psi ના આપઘાત પાછળ પોલીસની ફરજ પરની કામગીરી ને લઈ અને પછી ઘર કંકાસ કે પછી અન્ય કોઈ કારણ જવાબદાર છે દિશામાં મહિધરપુરા પોલીસ તપાસ કરી રહી છે.જોકે હાલ તો મહિધરપુરા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તાપસ હાથ ધરી છે.

Share Now

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here