6 મહિનામાં ગુજરાતના 22 લાખ લોકોએ માસ્ક-થુંકવાનો રૂા.100 કરોડ દંડ ભર્યો

89

અમદાવાદ, તા.12 : કોરોનાનું સંક્રમણ કાબુમાં લેવા માટે સરકારે માસ્કે પહેરવા, જાહેરમાં નહીં થુકવા જેવા નિયમો બનાવીને તેનો ભંગ કરનારા લોકો પાસેથી દંડ વસુલાત કરવાનો કાયદો ઘડયો હોવા છતાં બેદરકારી અને લાપરવાહ લોકો દંડની ચિંતા કર્યા વિના નિયમભંગ કરતા જ રહ્યા છે.સરકારે વસુલેલા દંડના આંકડા પરથી લોકોની લાપરવાહીનો અંદાજ આવી જાય છે.જુનથી ડિસેમ્બરના ગાળામાં દંડ વસુલીનો આંકડો 100 કરોડથી પણ અધિક થઇ ગયો છે.

ઔદ્યોગિક વિકાસથી માંડીને અનેકવિધ ક્ષેત્રે ગૌરવભર્યો રેકોર્ડ ધરાવતા ગુજરાતમાં લાપરવાહ લોકોના વાંકે ધરપકડ દંડ વસુલીનો વિક્રમ નોંધાયો છે.જાુનથી 10 ડિસેમ્બર અર્થાત સવા છ મહિના જેવા સમયગાળામાં માસ્ક અને જાહેરમાં થુંકવાના દંડ પેટે સરકારે 100.08 કરોડ વસુલ્યા છે.

રાજ્ય પોલીસ વિભાગના સૂત્રોએ આપેલી માહિતી પ્રમાણે નિયમભંગ બદલ 22 લાખ લોકો સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી છે જ્યારે ક્વોરન્ટાઇનના નિયમનો ભંગ કરવા બદલ 62855 લોકો સામે કાર્યવાહી કરવામાં આવી છે.કોરોના નિયમો-માર્ગદર્શિકાઓનો ભંગ કરવા બદલા અઢી લાખ કેસોમાં 3.50 લાખ લોકોની ધરપકડ કરવામાં આવી છે. ગુજરાત સહિત સમગ્ર દેશમાં માર્ચના અંતિમ સપ્તાહમાં લોકડાઉન જાહેર થયું હતું ત્યારથી પાંચ લાખથી વધુ વાહનો ડીટેઇન કરવામાં આવ્યા હતા.લોકડાઉન નિયમોના ભંગ બદલ આ કાર્યવાહી કરવામાં આવી હતી.વાહનોના ચાલકે માલિક પાસેથી વધુ કરોડથી અધિકનો દંડ વસુલ કરવામાં આવ્યો હતો. રાજ્યના સીનીયર પોલીસ અધિકારીઓએ કહ્યું કે લોકડાઉન અને અનલોક દરમિયાન કોરોનાનું સંક્રમણ ફેલાતું રોકવા માટે નિયમોનું ચૂસ્ત પાલન કરાવવાની જ પ્રાયોરીટી હતી અને કદાચ એટલે ગુજરાતમાં છેલ્લા કેટલાક વખતથી પરિસ્થિતિ કાબુમાં છે.નિયમોનું સખ્તાઇથી પાલન કરાવવામાં આવતું હોવા છતાં કેટલાક લોકો લાપરવાહી છોડતા નથી આ વર્ગ દંડ ભરવા તૈયાર છે.પરંતુ નિયમો માનવા તૈયાર ન હોવાની હાલત છે.કોરોના પરિસ્થિતિ કાબુમાં આવી જાય અને ભારતમાં મહામારી સામેનો જંગ જીતી જાય ત્યાં સુધી માસ્ક સહિતના નિયમોનું ચોક્કસાઇથી પાલન કરવાનું જરૂરી છે.

Share Now