મમતા અને ઓવૈસી વચ્ચે જામી ,મમતાના નિવેદન પર ઓવૈસીનો પલટવાર, કહ્યું- કોઈની તાકાત નથી કે તે ઓવૈસીને પૈસાથી ખરીદી શકે

94

પશ્ચિમ બંગાળમાં આવતા વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણીઓને લઈને રાજકીય હલચલ વધી ગઈ છે. =અહીં આક્ષેપ-પ્રતિઆક્ષેપનો દોર પણ શરૂ થઈ ગયો છે. બંગાળમાં ભાજપના નેતાઓ સતત રેલીઓ કરી રહ્યા છે.તે જ સમયે,પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ ભાજપ અને અસદુદ્દીન ઓવૈસી વચ્ચેની સાંઠગાંઠ અંગે એક નિવેદન આપ્યું હતું, જેના પર વળતો પ્રહાર કરતા ઓવૈસીએ કહ્યું છે કે આજદિન સુધી એવો કોઈ જન્મ્યો નથી કે જે ઓવૈસીને પૈસાથી ખરીદી શકે.

આજે (બુધવારે) ઉત્તરપ્રદેશમાં મીડિયા સાથે વાત કરતા અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે,આજ સુધીમાં કોઈ એવો માણસનો જન્મ થયો નથી કે જે અસદુદ્દીન ઓવૈસીને પૈસાથી ખરીદી શકે.મમતા બેનર્જીના આક્ષેપો સંપૂર્ણ પાયાવિહોણા છે.તે બેચેન છે.તેમને તેમના ઘર (પાર્ટી) ની ચિંતા કરવી જોઈએ,કારણ કે તેમના ઘણા લોકો ભાજપમાં જઇ રહ્યા છે.તેમણે બિહારના મતદારો અને અમને મત આપનારા લોકોનું અપમાન કર્યું છે.

શું કહ્યું હતું મમતાએ?

પશ્ચિમ બંગાળના જલપાઇગુડીમાં એક સભાને સંબોધિત કરતાં મમતા બેનર્જીએ કહ્યું હતું કે,ભાજપ અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIMને બંગાળમાં લાવવાનો પ્રયાસ કરી રહ્યો છે.ભાજપ ઓવૈસીને અહીં લાવીને ધ્રુવીકરણ કરવા માંગે છે અને હિન્દુ-મુસ્લિમને અલગ કરવા માંગે છે.

Share Now