ભાજપના સાંસદ મનસુખ વસાવાએ કેમ રાજીનામું આપ્યું ? વાંચો ઇનસાઇડ સ્ટોરી

272

ગાંધીનગર : ગુજરાતના ભરૂચના ભાજપના સાંસદ મનસુખ વસાવાએ પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે.તેમણે તેનો પત્ર પાર્ટીના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલને મોકલી આપ્યો છે.તેમણે કહ્યું છે કે તેઓ પાર્લામેન્ટના બજેટ સત્રમાં લોકસભામાંથી પણ રાજીનામું આપી દેશે.

ગુજરાતમાં ભાજપના સાંસદે રાજીનામું ધરી દેતા ભાજપમાં ભૂકંપ આવ્યો છે.ભરુચના ભાજપના સાંસદ મનસુખ વસાવાએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે.ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે મનસુખ વસાવાએ રાજીનામું આપતો પત્ર લખ્યો હોવાનો સ્વીકાર કર્યો છે.સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલાં મનસુખ વસાવાનું રાજીનામું ભાજપ માટે મોટો ઝટકો સાબિત થયો છે. સાંસદ મનસુખ વસાવાના પક્ષમાંથી અચાનક રાજીનામાને પગલે હાલ ભાજપમાં ભૂકંપ સર્જાયો છે.સીઆર પાટીલે પણ સ્વિકાર્યું છે કે મનસુખ વસાવાની નારાજગી છે.હાલ શું નારાજગી છે તે બહાર આવી નથી.પરંતુ તેઓ જાહેરમાં સ્વિકાર્યું છે કે મનસુખ વસાવા નારાજ છે.

મનાવવા માટેના પ્રયાસો થઇ રહ્યાં છે…

હાલ ગાંધીનગર કમલમ ખાતે વસાવાને મનાવવા માટે બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે.હાલમાં સીઆર પાટીલ અને મનસુખ વસાવા વચ્ચે બંધ બારણે કમલમમાં મીટિંગનો દોર ચાલી રહ્યો છે.મનસુખ વસાવાએ પોતાના વિસ્તારના કામોને લઈને બળાપો ઠાલવ્યો છે.ભાજપના સીનિયર નેતા એવા મનસુખ વસાવાએ ઘણી વખત પોતાના નિવેદનો કર્યા છે.હાલ આદિવાસી વિસ્તારના લોકોના કામ ન થતાં હોવાનો તેમનો બળાપો ઠાલવ્યો છે.

તેમને સાઇડલાઇન કરાયા હોવાનો આરોપ…

મનસુખ વસાવાએ અચાકન બીજેપી સભ્યપદેથી રાજીનામાં કારણ ધર્યું છે કે પોતાની ભૂલના કારણે પક્ષને નુકસાન ન પહોંચે,તો મનસુખ વસાવા એવી તે કઈ મોટી ભૂલ કરવા જઈ રહ્યા છે જેનાથી ભાજપાને નુકસાન થઈ શકે છે. ? તેઓ એવું તે શું વર્તન કરવા માગે છે જેનાથી પક્ષને શરમમાં મુકાવું પડે? આદિવાસી વિસ્તારોના કામ ન થતાં હોવાનો,તેમજ તેમના વિસ્તારના લોકોને દારુની પોટલીઓ પકડાવીને મત અંકે કરવાની રાજનીતિનો પણ તેઓએ વિરોધ કર્યો હતો.હાલમાં જ્યાં સુધી સ્પષ્ટ ન થાય ત્યાં સુધી તેમનો એવો તે શું મનસુબો છે.મનસુખભાઈ વસાવાના એવા તે શું કામો છે જે સરકારમાં થતા નથી.શું તેઓને સાઈડલાઈન કરાયા હોવાનો અસંતોષ છે.? તેમના વિસ્તારમાં લેવાતા નિર્ણયો બાબતે તેઓ તદ્દન અજાણ હોવાને કારણે રાજીનામું ધર્યું છે… આ બધા સવાલો પેદા થઈ રહ્યા છે.

ભાજપના સાંસદને શેનો અસંતોષ હતો…

આદિવાસી વિસ્તારોના કામને લઈને તેઓનો અસંતોષ જગજાહેર છે.મનસુખ વસાવા ભરૂચ,નર્મદા,વાપી નવસારી,વલસાડ વગેરે જિલ્લામાં શરાબની ગેરકાયદે વેચાણનો મુદ્દો કેટલીય વખત ઉઠાવી ચૂક્યા છે.તેઓ
એવું પણ અગાઉ નિવેદન કર્યું હતું કે સરકાર નાની માછલીઓને પકડીને ભ્રષ્ટાચારને ખતમ કરવાનો દાવો કરે છે પરંતુ મોટા ઘોટાળામાં કરોડો રૂપિયા હજમ કરનારા આ ભ્રષ્ટાચાર વિરોધી અભિયાનના સિકંજામાં નથી ફસાતા.વસાવાએ એવું પણ કહ્યું હતું કે જે ભ્રષ્ટાચાર વિરુદધ અવાજ ઉઠાવશે,તેનો તેઓ ખુલીને સાથ આપશે.વિકાસ માટે સમાજ સુધારણાની સાથે ભ્રષ્ટાચારની વિરુદ્ધ પણ લડાઈ જરૂરી છે.

મનસુખ વસાવાએ કઇ ભૂલ કરી હતી…

તેમણે પત્રમાં લખ્યું છે કે, મારી ભૂલના કારણે પક્ષને નુકસાન ન જાય તે માટે રાજીનામું આપ્યું છે.તેમણે પત્રમાં લખ્યું છે કે,ભારતીય જનતા પક્ષે મારી ક્ષમતા કરતાં પણ ઘણું બધું મને આપ્યું છે.જે માટે પક્ષનો,પક્ષના કેન્દ્રીય નેતાગણનો હું ઘણો જ આભાર માનું છું.શક્ય તેટલી પક્ષમાં પણ વફાદારી નીભાવી છે.તેમણે લખ્યું છે કે,મારી ભુલના કારણે પક્ષને નુકસાન ન પહોંચે તે કારણસર હું પક્ષમાંથી રાજીનામું આપું છું. જે બદલ મને પક્ષ ક્ષમા કરે.બજેટ સત્ર દરમિયાન લોકસભાના સભ્યપદેથી પણ માનનીય સ્પીકર સાહેબને રૂબરૂ મળીને હું રાજીનામું આપીશ.આ મારા નિર્ણયની કેન્દ્રીય નેતાગીરીને પણ જાણ કરશો,તેમ પત્રમાં લખ્યું છે.

Share Now