સુરત:ફૂટપથ પર સુતેલા શ્રમજીવી પરીવાર પર ડમ્પર ફરી વળ્યું,15ના મોત

345

કિમ-માંડવી રોડ પર આવેલા પાલોદગામ નજીક એક ડમ્પર ફૂટપાથ પર સુતા લોકો પર ફરી વળ્યું હતું.આ ઘટનામાં 12 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા જ્યારે 3 વ્યક્તિના સારવાર દરમિયાન મોત થતા કુલ મૃત્યુઆંક 15 પર પહોંચ્યો.આ ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો.જાણવા મળ્યાનુસાર ડમ્પર ચાલક અને ક્લિનર બંનેની ધરપકડ કરવામાં આવી છે.ડમ્પર ચાલક પીધેલી હાલતમાં હોવાનું પણ બહાર આવ્યું છે.

Share Now