એસએમસી ઇલેક્શન:બેઠકથી 16 ગણા ઉમેદવારોએ ચૂંટણીમાં ફોર્મ ભર્યા,સૌથી વધુ વોર્ડ નં.10માં ધસારો

293

સુરત મનપાની ચૂંટણીમાં ભાજપની ટિકિટ પરથી લડવા માંગતા મુરતિયાઓની સંખ્યાનું ચિત્ર સ્પષ્ટ થયું છે.સતત બે દિવસ ભાજપ કાર્યાલય સહિતની જગ્યાઓ પર ચાલેલી દાવેદારોને સાંભળવાની પ્રક્રિયા બાદ 30 વોર્ડની 120 બેઠકો પર ચૂંટણી લડવા માટે 1949 મુરતિયાઓ સામે આવ્યા હતા.સોમવારે પણ રવિવારની જેમ દાવેદારી કરવા માટે પડાપડી થઇ હતી.રવિવારે 16 વોર્ડ માટેના દાવેદારોને સાંભળ્યા બાદ સોમવારે બાકીના 14 વોર્ડના દાવેદારોને સાંભળવામાં આવ્યા હતા.સોસીયલ ડિસ્ટેંસીન્ગ અને 55 વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિએ ટિકિટ ન માંગવાની સલાહ કોરાણે મુકાય ગઈ હતી.

સૌથી વધુ દાવેદારો વોર્ડ ન.10 અડાજણ -પાલ-ઇચ્છાપોરમાં, સૌથી ઓછા વોર્ડ ન.4 કાપોદ્રામાં
ભાજપની ટિકિટ પરથી મનપા ચૂંટણી લડવા માંગતા મુરતિયાઓનું ચિત્ર સોમવારે સ્પષ્ટ થઇ ગયું હતું.સૌથી વધુ મુરતિયાઓ વોર્ડ નં.10 (અડાજણ-પાલ-ઇચ્છાપોર)માંથી સામે આવ્યા હતા.અહીં 103 લોકોએ ભાજપની ટિકિટ પરથી ચૂંટણી લડવા દાવેદારી કરી હતી.સૌથી ઓછા દાવેદારો વોર્ડ નં.4 કાપોદ્રામાંથી સામે આવ્યા હતા.36 લોકોએ દાવેદારી કરી હતી.

Share Now