ચીખલી તાલુકામાં ભાજપમાંથી જિલ્લા પંચાયતની ૮-બેઠકો માટે ૨૮ અને તાલુકા પંચાયતની બેઠકો માટે ૫૧-જેટલાએ દાવેદારી નોંધાવી

80

ચીખલી : સમરોલી કોળી સમાજની વાડીમાં તાલુકા ભાજપના સ્થાપક તલાવચોરના બાબુભાઇ પટેલ,જિલ્લા મહામંત્રી ડો.અશ્વિન પટેલ,તાલુકા ભાજપ પ્રમુખ મયંકભાઈ પટેલ,મહામંત્રી સમિટ પટેલ,બાલુભાઈ પાડવી સહિતનાની ઉપસ્થિતિમાં નિરીક્ષક હેતલબેન,પીયૂષભાઈ,માધુભાઈ સમક્ષ તાલુકા-જિલ્લા પંચાયતની બેઠકો માટે ભાજપના આગેવાનોએ તેમના સમર્થકો સાથે દાવેદારી નોંધાવી હતી.

જિલ્લા પંચાયતની રૂમલા બેઠક ઉપર વર્તમાન જિલ્લા પંચાયત સભ્ય નગીનભાઈ ગાવીત અને સાદકપોર બેઠક પર એપીએમસીના ચેરમેન અને કોળી સમાજના પ્રમુખ કિશોરભાઈ પટેલના પત્ની દિપાબેન પટેલ એમ આ બે બેઠક ઉપર એક-એક દાવેદારી આવી હતી.જ્યારે ધેજ બેઠક પર દહેજના અગ્રણી ભરતભાઇ પટેલના પુત્રવધુ સેજલ અંકિત પટેલ ઉપરાંત ચીખલીના શિલ્પા રાજન પટેલ,ખૂંધ બેઠક પર રમીલાબેન પટેલ ઉપરાંત શીતલ મયંક પટેલ અને સુમિત્રાબેન પટેલ એમ ત્રણ જેટલા જ્યારે મંડવખડક બેઠક વર્તમાન સભ્ય ગીતાબેન ઉપરાંત નિવૃત નાયબ કાર્યપાલક ઈજનેર શંકરભાઇ સહિત પાંચ જેટલાએ દાવેદારી નોંધાવી હતી. વાંઝણા સામન્ય બેઠક પર એપીએમસીના ડિરેકટર જે.ડી.પટેલ બાંધકામ સમિતિના માજી ચેરમેન નવનીત પટેલ ઉપરાંત દિનેશ આહીર,પરેશ દેસાઇ,પરિમલ દેસાઈ,હિતેશ કલ્યાણજી પટેલ સહિત સૌથી વધુ સાત જેટલાએ દાવેદારી નોંધાવી હતી.કુકેરી બેઠક ઉપર જયવદન પટેલ,પરિમલ પરમાર,કનકસિંહ પરમાર સહિત પાંચ જેટલાએ દાવેદારી નોંધાવી હતી.જ્યારે સમરોલી બેઠક પર સુમન બુધાભાઈ પટેલ,મજીગમના સરપંચ કમલેશ હળપતિ,નિકુંજ પટેલ,કાંતિ રવજી પટેલ સહિતના ચાર જેટલાએ દાવેદારી રજૂ કરી હતી. તાલુકા પંચયતની ૨૮-જેટલી બેઠકો ઉપર ભાજપમાંથી ૫૧-જેટલાએ દાવેદારી નોંધાવી. ગત જિલ્લા પંચાયતમાં ચૂંટણીમાં ચીખલીની આઠ પૈકી ધેજ,સાદકપોર,રૂમલા અને માંડવખડક એમ ચાર જેટલી બેઠકો પર જ ભાજપી ઉમેદવારોનો વિજય થયો હતો.જ્યારે તાલુકા પંચાયતની ૨૮ માંથી ૧૧ બેઠકો જ મળતા તાલુકા પંચાયતમાં કોંગ્રેસનું શાસન પ્રસ્થાપિત થયું હતું.ત્યારે ઉમેદવારોની પસંદગીમાં ગોઠા ન ખાઈ યોગ્ય ઉમેદવારોની પસંદગી કરી તાલુકા પંચાયત કોંગ્રેસ પાસેથી આંચકી ભાજપ સતા મેળવવામાં સફળ રહેશે કે કેમ તે જોવું રહ્યું.

Share Now