ઉમરગામમાં રામ મંદિરની નિર્માણ રેલી કાઢનારા સામે FIR થતા રામ ભક્તોમાં નારાજગી

336

– પોલીસ ફરિયાદ થતાં 50 જેટલા રામ ભક્તોમાં નારાજગી

ઉમરગામ : ઉમરગામના સોળસુંબા ખાતે પરવાનગી વિના રેલી કાઢતા મારા રામ ભક્તો સામે પોલીસ ફરિયાદ થતાં રામ ભક્તોમાં નારાજગી ફેલાઇ છે.ભારતમાં અનલોક 5ની માર્ગદર્શિકા બહાર પાડવામાં આવેલી છે.જેમાં દેખાવો,હડતાલ,સરઘસ રેલી કાઢવા ઉપર તારીખ 31-1-21 સુધી મનાઇ ફરમાવેલી છે જે જાહેરનામું અમલમાં હોય તેના અમલીકરણ માટે પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે ઉમરગામ રેલવે સ્ટેશન રોડ બાલાજી સ્વીટ શોપની સામે ત્રણ રસ્તા ઉપર 40 થી 50 માણસો અયોધ્યા મંદિરના નિર્માણ માટે કાઢેલી હોવાનું જણાવતા રેલી અંગે પરવાનગી લીધી છે,કે કેમ તે અંગે પોલીસે પૂછતા કોઈ પણ મંજૂરી લેવામાં ન આવી હોવાનું જણાવતા રેલીમાં જોડાયેલા દેવેન્દ્ર વિનાયક પિમ્પુટકર રહેે ઉમરગામ ટાઉન અને રાકેશ નારાયણ ચોરસિયા રહે માતૃછાયા પ્લોટ ઉમરગામ GIDC વિરુદ્ધ જાહેર નામાનો ભંગનો ગુનો દાખલ કરી અટક કરી વધુુ તપાસ ઉમરગામ પોલીસે હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.હાલમાં કોવિદ મહામારીને લઇને કલેક્ટરે જાહેરનામા દ્વારા 4 થી વધુ વ્યક્તિઓ એક સાથે ભેગા થવા પર પ્રતિબંધ મૂક્યો છે તેવા સંજોગમાં પરવાનગી વિના રેલી નિકળી હતી.

Share Now