બંગાળ : મમતાના ભત્રીજાનો અમિત શાહ પર માનહાનીનો કેસ,ગૃહમંત્રી અમિત શાહને કલકત્તા કોર્ટમાં હાજર થવાના આદેશ

72

– મમતા બેનરજીના ભત્રીજા અભિષેકે શાહ પર બદનક્ષીના દાવો માંડ્યો હતો

કલકત્તા : વિધાનસભા ચૂંટણી પહેલા પશ્ચિમ બંગાળનો રાજકીય ખેલ હવે કાયદાકીય વિવાદમાં ફેરવાતો નજર આવી રહ્યો છે.અહીં મુખ્યમંત્રી મમતા બેનરજીના ભત્રીજા અભિષેક બેનરજી ગૃહમંત્રી અમિત શાહ પર બદનક્ષીનો દાવો માંડ્યો છે જેની સુનવણી કરતા કોર્ટે 22 ફેબ્રુઆરીએ અમિત શાહને કોર્ટમાં હાજર રહેવાના આદેશ કર્યા છે.આ કેસ 2018માં બંગાળની રાજધાની કલકત્તામાં એક રાજકીય રેલી દરમિયાન અમિત શાહે અભિષેક બેનરજી પર લગાવેલા આરોપોને લઇને કરવામાં આવ્યો હતો. જેમાં ગૃહમંત્રીએ મમતા બેનરજીના ભત્રીજા પર ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા હતા.

અમિત શાહના આરોપ સામે અભિષેક બેનરજીએ બદનક્ષીનો દાવો માંડતો કેસ નોંધાવ્યો હતો.જેમાં અમિત શાહ પર તેમની છબી ખરાબ કરવાના આરોપ લગાવવામાં આવ્યા હતા.જોકે કોર્ટે અમિત શાહને વ્યક્તિગત હાજરીમાંથી મૂક્તિ આપી હતી.શાહ તેમના વકિલ દ્વારા કેસમાં હાજરી આપશે.

બીજી તરફ આગામી વિધાનસભા ચૂંટણીને લઇને બંગાળનું રાજકારણ ગરમાયુ છે.ગુરુવારે અહીં અમિત શાહ અને મમતા બેનરજીની રેલીઓ યોજાઇ હતી.આ દરમિયાન મમતા બેનરજીએ શાહને પડકાર્યા હતા કે તેઓ અભિષેક બેનરજી વિરુદ્ધ ચૂંટણી લડીને બતાવે.બીજેપી પણ અહીં લાંબા સમયથી ચૂંટણીની તૈયારીઓમાં વ્યસ્ત છે.ભાજપના દિગ્ગજ નેતાઓ બંગાળની મુલાકાતે આવી રહ્યા છે અને ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે.વડાપ્રધાન મોદી પણ 25 ફેબ્રુઆરીએ પશ્ચિમ બંગાળની મુલાકાતે આવી રહ્યા છે.

Share Now