ગુજરાત ફરી ભાજપના મજબૂત ગઢ તરીકે ઉભરી આવશે, વિજય વિકાસનો જ થશે : અમિતભાઈ શાહ

77

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં નારણપુરા મતદાન મથકે સપરિવાર મતદાન કર્યા બાદ,કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે એવો આશાવાદ વ્યક્ત કર્યો હતો કે,ગુજરાત ફરી ભાજપના મજબૂત ગઢ તરીકે ઉભરી આવશે.નરેન્દ્ર મોદીની આગેવાનીમાં જ દેશ અને ગુજરાતના ખુણેખૂણાના વિકાસ માટે વિકાસ યાત્રા શરૂ થઈ છે.જંગલ,પર્વત કે દરિયાકિનારો,શહેર કે ગામ દરેક સ્થળે વિકાસ થઈ રહ્યો છે.ગુજરાતથી શરુ થયેલી વિકાસયાત્રા ભારત માટે અનુકરણીય યાત્રા બની છે.મને ભરોસો છે કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની ચૂંટણીમાં મોટી સંખ્યામાં લોકો મતદાન કરશે અને વિજય અંતે વિકાસનો જ થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપે સમગ્ર દેશમાં વિજય પરચમ લહેરાવ્યો છે.જ્યાથી આ વિજય યાત્રાની શરુઆત થઈ એ, ગુજરાત ફરી એકવાર આ ચૂંટણી પછી ભારતીય જનતા પાર્ટીના મજબૂત ગઢ તરીકે પ્રસ્તાપિત કરશે.

Share Now