સુરતના વોર્ડનં 19માં ભાજપ અને આપના કાર્યકર્તાઓ વચ્ચે બબાલ

199

સુરત : આજરોજ રાજકોટ અમદાવાદ સુરત વડોદરા સહિતની રાજ્યની ૬ મહાનગરપાલિકાઓ માટે મતદાન શરૂ થઇ ચૂક્યું છે.વહેલી સવારથી જ કેટલાક શહેરોમાં મતદાન માટે કતારો જોવા મળી છે.રાજકીય અને સામાજિક ક્ષેત્ર સહિતના મહાનુભાવો દ્વારા મતદાન કરવામાં આવી રહ્યું છે ભાજપ અને કોંગ્રેસ સહિતના પક્ષો પોતાની જીતનો દાવો વ્યક્ત કરી રહ્યા છે.

બીજી તરફ સુરતમાં ભાજપ અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ વચ્ચે બબાલ થઈ હોવાનું જાણવા મળે છે.ટેબલ ખસેડવા જેવી નાની એવી બાબતે ભાજપના મહિલા કાર્યકર્તા અને આપના કાર્યકરો વચ્ચે જામી પડી હતી.વિગતો મુજબ, વોર્ડ નં.19માં ભાજપની મહિલા કાર્યકર અને આમ આદમી પાર્ટી કાર્યકર્તા વચ્ચે બબાલ થઈ હતી.ઉધના જીવન જ્યોત સોસાયટી પાસે લગાવેલ આપનું ટેબલ ઉઠાવવા માટે બબાલ થઈ હોવાનું જાણવા મળે છે.

Share Now