સાંસદ મોહન ડેલકર આપઘાત પ્રકરણમાં પુત્ર અભિનય ડેલકરએ વિડિઓ જારી કર્યો ,જુઓ શું કરી માંગણી

376

સાંસદ મોહન ડેલકરના આપઘાત પ્રકરણમાં તેમના પુત્ર અભિનય ડેલકર દ્વારા એક વિડિઓ જારી કરવામાં આવ્યો છે.આજરોજ મોહન ડેલકરના પાર્થિવ શરીરને અંતિમ વિધિ માટે મુંબઈથી સિલ્વાસા લાવવામાં આવ્યો હતો જ્યાં સવારના આદિવાસી ભવન ખાતે 10 થી 1 ના સમયગાળા દરમ્યાન લોક દર્શાનાથે પ્રજા સમક્ષ મુકવામાં આવ્યો હતો.આ પ્રંસગે મોટી સંખ્યામાં પાર્ટીના સમર્થકો અને લોકો શ્રી મોહન ડેલકરને શ્રદ્ધાંજલિ આપવા ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમ પહેલા મોહન ડેલકરના પુત્ર અભિનય ડેલકરે એક વીડિયો મારફતે જવાબદારો વિરૃદ્ધ કાર્યવાહી કરવા મહારાષ્ટ્ર પ્રસાશન અને મુંબઈ પોલીસને પોતાના પિતાના આપઘાત પ્રકરણમાં જેમાં ઘણા અધિકારીઓ કે જે ત્રાસ આપતા હતા તે તમામ વિરુદ્ધ સખ્ત પગલાં ભરવાની માંગ કરી હતી આ સાથે તેમને પાર્ટી સમર્થકો અને દાદરાનગર હવેલીની પ્રજાને પણ આ ગંભીર મામલે સાથ સહકાર આપવા જણાવ્યું હતું.સાંસદ મોહન ડેલકરએ જે 6 પાનાંની સુસાઇડ નોટ લખી છે જેમાં મોટાભાગે પ્રસાશન તરફથી ત્રાસ આપનારા અધિકારીઓ છે તે મામલે તપાસ કરવાની માંગણી કરતા આ પ્રકરણમાં હવે નવો વળાંક આવ્યો છે.મુંબઈ પોલીસે જે સુસાઇડ નોટ મેળવી છે તેમાં મોહન ડેલકરે કેટલાક મોટા હોદ્દા પર બેઠેલાં અધિકારીઓના નામ લખ્યા છે જે બાબતે સાંસદના પુત્ર અભિનય ડેલકર દ્વારા આજરોજ ઘટસ્ફોટ કરવામાં આવતા ટેરેટરીના રાજકારણમાં
ભૂકંપ સર્જાય અને મુંબઈ પોલીસ તપાસ હાથ ધરે તો મોટા અધિકારીઓના મોહન ડેલકરને ત્રાસ આપવાના સમગ્ર પ્રકરણનો પર્દાફાશ થાય એમ છે.

Share Now