બંગાળમાં ભાજપની સરકાર બન્યા બાદ ટીએમસીના ગુંડા જીવની ભીખ માંગશે : યોગી આદિત્યનાથ

109

નવી દિલ્હી, તા. 2 માર્ચ : ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મંગળવારે પશ્ચિમ બંગાળના માલદામાં એક ચૂંટણી સભાને સંબોધિત કરી.જે દરમિયાન તેમણે પશ્ચિમ બંગાળની ટીએમસી સરકાર અને મુખ્યમંત્રી મમતા બેનર્જી પર શાબ્દિક પ્રહારો કર્યા હતા.તેમણે કહ્યું કે બંગાળ સરકાર ના તો લવ જિહાદ રોકી શકે છે કે ના તો ગાયોની તસ્કરીને રોકી શકે છે.મમતા સરકાર તુષ્ટિકરણના કામની અંદર લાગેલી છે.

જે સરકાર ગરીબો,ખોડૂતો અને યુવાનો માટે કામ નથી કરતી તેને એક ક્ષણ પણ સત્તામાં રહેવાનો ધિકાર નથી.તેમણે કહ્યું કે આ જનમેદની બંગાળમાં પરિવર્તનનું સાક્ષી બનશે.બંગાળમાં જય શ્રી રામના નારા પર પ્રતિબંધ લગાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.જ્યારે ભારતમામાં રામના નામ વગર કોઇ કામ કરવામાં નથી આવતું.

ગઇકાલે ટીએમસીના કીર્યકરો દ્વારા કથિત રીતે એક વૃદ્ધ મહિલાને માર્યાની ઘટના પર બોલતા યોગીએ જણાવ્યું કે અપરાધીઓ જો અપરાધ કરે છે તો પોલીસનું કામ તેમને સજા આપવાનું હોય છે.રાજ્યમાં જ્યારે ભાજપની સરકાર બનશે ત્યારે ભાજપની સરકાર બનશે ત્યારે ટીએમસી અને લેફ્ટના ગુંડાઓ પોતના જીવની ભીખ માંગશે.

યોગી આદિત્યનાથે આગળ કહ્યું કે બંગાળની વર્તમાન સરકાર કેન્દ્ર સરકારની કોઇ પણ યોજનાનો લાભ લોકોને આપવા માટે નિષ્ફળ છે.બંગાળના ખેડૂતોને અત્યાર સુધી કિસાન સન્માન નિધિનો લાભ મળ્યો નથી.જો લોકોને આ યોજનાઓનો લાભ લોકોને મળશે,તો તેમની વોટબેંક નહિં બને.એક સરકાર ઉત્તર પ્રદેશમાં પણ હતી કે જેમણે રામભક્તો ઉપર ગોળીઓ ચલાવી હતી.તેમની જે સ્થિતિ થઇ છે તેવી જ સ્થિતિ બંગાળમાં ટીએમસીના થશે.

Share Now