મોસાળે જમણ ને મા પિરસનારી કહેવાતી કેન્દ્ર સરકાર પાસે વેચાણવેરા પેટે ગુજરાત સરકારના 13,721 કરોડ લેવાના બાકી

58

– ગુજરાત વિધાનસભામાં રજૂ થયેલા અંદાજપત્રમાં કેન્દ્ર સરકારની નિષ્ફળતા બહાર આવી

કેન્દ્ર સરકારના ગુણગાન ગાતી રાજ્ય સરકાર વારંવાર નરેન્દ્ર મોદી સરકારને મોસાળે જમણ અને મા પિરસનાર,ત્યારે ગુજરાતની જનતા માટે કરોડોના પ્રોજેક્ટ આપી રહ્યા છે,પરંતુ કેન્દ્રીય વેચાણવેરા પેટે 13721.92 કરોડની જંગી રકમ ગુજરાત સરકારની લેણી હોવા છતાં એ ચૂકવવામાં કેન્દ્ર સરકાર નિષ્ફળ રહી હોવાની ચોંકાવનારી માહિતી વિધાનસભામાં રજૂ થયેલા બજેટમાં બહાર આવી છે.

ગુજરાત સરકારે માર્ચ 2020ના અંતે વિવિધ કરવેરા પેટે રૂ.51519.41 કરોડ વસૂલવાના બાકી હોવાનું બજેટમાં દર્શાવ્યું છે.આમાં વિવાદાસ્પદ વેરાની રકમ 24979.74 કરોડ અને બિનવિવાદાસ્પદ વેરાની રકમ 29539.74 કરોડ છે.આમાં વેટ કેન્દ્રીય વેચાણવેરો, સ્ટેમ્પ ડયૂટી નોંધણી ફી,મોટર્સ સ્પિરિટ કર ઈલેક્ટ્રિક ડ્યૂટી રાજ્ય આબકારી,મોટર વાહન કર સામેલ થાય છે.

1 વર્ષમાં રૂ. 8586.82 કરોડની નવી બાકી વસૂલાત

માર્ચ 2019ના અંતે કુલ બાકી વસૂલવાની રકમ 42932.59 કરોડ હતી, એટલે કે 2019-20ના એક વર્ષમાં રૂ 8586.82 કરોડની નવી બાકી વસૂલવાની ઊભી થાય છે.ફુલ વસૂલાતની બાકી રકમ છે,તેમાં સૌથી વધુ નાણાં કેન્દ્ર સરકાર પાસે કેન્દ્રીય વેચાણવેરા પેટે વસૂલવાના થાય છે,જેની રકમ 13721.92 કરોડ થવા જાય છે.

બિનવિવાદાસ્પદ કરની રકમ હજારો કરોડમાં

વિધાનસભામાં રજૂ થયેલા બજેટના આંકડા મુજબ,સ્ટેમ્પ ડ્યુટી પેટે 243 કરોડ,મોટર્સ સ્પિરિટ કર પેટે 491 કરોડ,સેસપેક 2.64 કરોડ,વાહનકર પેટે 213 કરોડ ઈલેક્ટ્રિક ડ્યૂટી પેટે 161 કરોડ અને અન્ય કરવેરા પેટે 32107 કરોડ બાકી લેણાં સરકારના ચોપડે બોલી રહ્યાં છે.રાજ્ય સરકારે બજેટમાં રજૂ કરેલા આંકડા મુજબ,જે વસૂલાત બાકી છે એમાં સૌથી વધુ વેચાણ વેરા પેટેની રકમ છે તો બીજા ક્રમે વિવાદાસ્પદ કર અને બિનવિવાદાસ્પદ કરની રકમ હજારો કરોડના આંકને પહોંચી ચૂકી છે. બિનવિવાદાસ્પદ અને વિવાદાસ્પદ કરની રકમ છેલ્લાં 10 વર્ષની જોઈએ તો 8158.52 કરોડ વિવાદાસ્પદ અને 5563.40કરોડ બિનવિવાદાસ્પદ કરની થાય છે દસ વર્ષથી વધુ સમયથી બિનવિવાદાસ્પદ કરની રકમ 3620 કરોડ વસૂલવાની બાકી છે.

Share Now