ઉમરગામના બિલ્ડરનું બંદૂકની અણીએ અપહરણનો ભેદ ઉકેલાયો, વલસાડ પોલીસે સાત આરોપીઓને ઝડપ્યા

133

– વેપારીનું અપહરણ 22 માર્ચની રાત્રીએ અજાણ્યા શખ્સોએ બંદૂકની અણીએ કર્યું હતું
– પોલીસે ટેક્નિકલ એનાલિસિસ અને CCTV કેમેરાની મદદથી આરોપીઓનું પગેરું મેળવ્યુ

વલસાડ : વલસાડના ઉમરગામના બિલ્ડર જીતુ પટેલની ગત સોમવારે 22 માર્ચની રાત્રીએ અજાણ્યા શખ્સોએ બંદૂકની અણીએ અપહરણ કર્યું હતું.અપહરણની ઘટનાની જાણ ઉમરગામ પોલીસને થતા પોલીસે જિલ્લામાં નાકાબંધી ગોઠવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.જેમાં પોલીસને સફળતા મળી છે.પોલીસે કુલ સાત આરોપીઓની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.

વલસાડ જિલ્લાના ઉમરગામના વેપારી જીતુ પટેલ તેમની કારમાં રેલ્વે સ્ટેશન રોડ ઉપર પસાર થઈ રહ્યા હતા.જ્યારે બે સફેદ કલરની કારમાં આવેલા બોડી ગાર્ડે જીતુ પટેલના મોઢા ઉપર પંચ મારી તેમની જ કારમાં તેમનું અપહરણ કરી ગયા હતા. જીતુ પટેલની કારને થોડે દુર મૂકી અપહરણ કારો જીતુ પટેલનું અપહરણ કરી ગયા હતા. ઘટનાની જાણ ઉમરગામ પોલીસને થતા તાત્કાલિક જિલ્લામાં પોલીસને ઘટનાને લઈને એલર્ટ કરી દીધી હતી.જિલ્લામાં પોલીસે નાકાબંધી કરી કાર્યવાહી હાથ ધરી હતી. ઉમરગામ ખાતે વલસાડ SP ડો.રાજદીપસિંહ ઝાલા,જિલ્લાના DySP સહિત LCB, SOG અને જિલ્લાની પોલીસ ઘટના સ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી હતી.

જિલ્લા પોલીસ વડા ડો.રાજદીપસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ અલગ અલગ 11 જેટલી ટીમો બનાવી આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.પોલીસ વિભાગે ટેક્નિકલ એનાલિસિસ અને CCTV કેમેરાની મદદ મેળવી આરોપીઓનું પગેરું મેળવવામાં મહત્વની સફળતા મળી હતી.જેના આધારે બતમીદારોની મદદ લઈને શંકાસ્પદ લોકોની પ્રાથમિક પૂછપરછ કરીને સમગ્ર રેકેટ ઝડપી પાડ્યું છે.જેના કુલ સાત આરોપીઓની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે

Share Now