મહારાષ્ટ્રની ગઠબંધન સરકાર હાંફવા લાગી! પવારની શાહ સાથેની મીટિંગ પર રાઉતે આપી પ્રતિક્રિયા

156

મહારાષ્ટ્રમાં મહાવિકાસ અઘાડી ગઠબંધનમાં ચાલી રહેલી બબાલની વચ્ચે અમિત શાહ અને શરદ પવારની મુલાકાતને લઇને ચર્ચાઓનું બજાર ગરમ છે.આ દરમિયાન શિવસેનાના નેતા અને સાંસદ સંજય રાઉતે કહ્યું કે,હું ભરોસાથી કહી શકુ છું કે આવી કોઈ મીટિંગ નથી થઈ.સંજય રાઉતે કહ્યું કે, “હું સંપૂર્ણ ભરોસાથી એ વાત કહી શકુ છું કે આ કોઈ એવી મીટિંગ નહોતી.કહાનીનું સસ્પેન્સ હવે ખત્મ થઈ જવું જોઇએ,અફવાઓની હોળી રોકાવી જોઇએ,કેમકે આનાથી કંઇ પણ નહીં નીકળે.”

શાહે મીટિંગ વિશે કહ્યું – બધું સાર્વજનિક ના કરી શકાય

ઉલ્લેખનીય છે કે શનિવારથી જ એ ચર્ચા છે કે અમિત શાહની સાથે એનસીપી ચીફ શરદ પવાર અને પ્રફુલ્લ પટેલ વચ્ચે મુલાકાત થઈ છે.આ મુલાકાત અમદાવાદમાં થઈ છે એવું કહેવામાં આવી રહ્યું છે.જો કે આ મુદ્દે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પણ પ્રશ્ન કરવામાં આવ્યો હતો,જેના જવાબમાં તેમણે કહ્યું કે,બધું સાર્વજનિક ના કરી શકાય.તો આ મીટિંગ વિશે બોલતા ભાજપા મહારાષ્ટ્ર પ્રદેશ અધ્યક્ષે કહ્યું કે, “અમિત શાહ અને પવારની મુલાકાત થઈ છે,પરંતુ વાતચીત શું થઈ છે તેની જાણકારી મને નથી.”

મોટા નેતાઓની મુલાકાત ખોટી નથી – રાઉત

તેમણે કહ્યું કે, “ભલે તેઓ વિરોધી છે અને અમે MVAની ખોટી નીતિઓનો વિરોધ કરીએ છીએ.તેમ છતા દેશની સંસ્કૃતિ પ્રમાણે વિરોધી હોવા છતા મોટા નેતાઓની મુલાકાત ખોટી નથી.” આ પહેલા સંજય રાઉતે અમિત શાહ અને શરદ પવારની મુલાકાત પર કહ્યું હતુ કે, એ વાતને લઇને કોઈ સ્પષ્ટતા નથી કે શરદ પવાર અને અમિત શાહ વચ્ચે મુલાકાત થઈ છે.આ ફક્ત સમાચારોમાં જ છે,પરંતુ જો તેઓ મળ્યા પણ છે તો આમાં ખોટું શું છે?

કૉંગ્રેસે પણ આપી પ્રતિક્રિયા

અમિત શાહ દેશના ગૃહમંત્રી છે અને નેતાઓ પરસ્પર મળે છે.આને મહારાષ્ટ્રની રાજનીતિ સાથે કોઈ સંબંધ નથી પરંતુ પોતાના તાજા નિવેદનમાં સંજય રાઉત આવી કોઈ મીટિંગની વાતથી ઇનકાર કરી રહ્યા છે.હવે આ ખાનગી મુલાકાત મામલે કૉંગ્રેસ પણ કૂદી ગઈ છે.કૉંગ્રેસ નેતા સંદીપ દીક્ષિતે કહ્યું છે કે,જો દેશના ગૃહમંત્રી કોઈ વિપક્ષી પાર્ટીના નેતાથી મળે છે તો આની જાણકારી તમામ નાગરિકોને મળવી જોઇએ.હું એ નથી કહી રહ્યો કે બધું જણાવી દેવામાં આવે,પરંતુ ઓછામાં ઓછું મીટિંગ થવા વિશે જરૂર માહિતી આપવી જોઇએ.

Share Now