કોરોનાનો કહેર : દેશમાં ચોથી વખત એક લાખથી વધુ નવા કેસ નોંધાયા, છેલ્લા 24 કલાકમાં 780નાં મૃત્યુ

60

નવી દિલ્હી: દેશમાં કોરોના સંક્રમણ બેકાબૂ થઈ ગયું છે.નવા કોરોના કેસોની સંખ્યા દરરોજ રેકોર્ડ તોડી રહી છે.દરરોજ દુનિયામાં સૌથી વધુ કેસ ભારત (India) માં જ આવી રહ્યાં છે.દેશમાં ચોથી વખત એક લાખથી વધુ કોરોના કેસ નોંધાયા છે. આરોગ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 131968 નવા કેસ નોંધાયા છે અને વધુ 780 લોકોના મોત થયા છે.આ પહેલા 4,6 અને 7 એપ્રિલે એક લાખથી વધુ કેસ સામે આવ્યા હતા.છેલ્લા 24 કલાકમાં 61,899 લોકોએ મ્હાત આપી હતી.દેશમાં કોરોનાથી મૃત્યુ દર 1.29 ટકા છે જ્યારે રિકવરી રેટ 92 ટકા છે.એક્ટિવ કેસનો દર લગભગ 7 ટકા જેટલો વધ્યો છે.કોરોનાના એક્ટિવ કેસમાં ભારત વિશ્વમાં ચોથા ક્રમે છે.

દેશમાં શું છે કોરોનાની સ્થિતિ

કુલ કોરોના કેસ – 1 કરોડ 30 લાખ 60 હજાર 542

કુલ ડિસ્ચાર્જ- એક કરોડ 19 લાખ 13 હજાર 292

કુલ એક્ટિવ કેસ- નવ લાખ 79 હજાર 608

મૃત્યુઆંક- એક લાખ 67 હજાર 642

કુલ રસીકરણ – 9 કરોડ 43 લાખ 34 હજાર 262 ડોઝ આપવામાં આવ્યા

આ રાજ્યમાં સ્થિતિ ખરાબ

દેશમાં મહારાષ્ટ્ર સૌથી વધુ કોરોના પ્રભાવિત રાજ્ય છે.ગઈકાલે મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના નવા 56,286 કેસ નોંધાયા હતા, રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 32,29,547 પર પહોંચી ગઈ છે.તે સિવાય રાજ્યમાં વધુ 376 લોકોના મોતના કારણે રાજ્યમાં મૃત્યુની સંખ્યા વધીને 57,028 થઈ ગઈ છે.આ ઉપરાંત કર્ણાટકમાં 6,570, તામિલનાડુમાં 4,276, ગુજરાતમાં 4,021, પંજાબમાં 3,119 અને હરિયાણામાં 2,872 નવા કેસ નોંધાયા હતા.બુધવારે મહારાષ્ટ્રમાં 59,907 કેસ હતા અને 322 લોકોનાં મોત થયાં.

PM મોદીએ કહ્યું- કોરોનાને રોકવા આરટી-પીસીઆર ટેસ્ટ વધારવાની જરુર

વધતા કોરોના કેસને લઈ ચિંતા વ્યક્ત કરતા વડાપ્રધાન મોદીએ ગુરુવારે કહ્યું હતું કે, કોરોનાની બહાર નિકળવાનો રસ્તો ટેસ્ટિંગ છે.તેમણે કહ્યું કે આપણો ટાર્ગેટ 70 ટકા RT-PCR ટેસ્ટિંગ છે.આરટી-પીસીઆર ટેસ્ટ વધારવાની જરુર છે.માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોન પર ફોકસ કરવું પડશે. 72 કલાકમાં 30 કોન્ટેક્ટ ટ્રેસિંગની જરુર છે.પ્રધાનમંત્રી મોદીએ કહ્યું હતું કે, કોરોના દર્દીઓના કેસ વધવાથી રાજ્યો દબાવમાં ન આવે.તેમણે કહ્યું કોરોનાના ટેસ્ટ યોગ્ય રીતે કરવામાં આવે.કન્ટેનમેન્ટ ઝોનમાં દરેક વ્યક્તિની ટેસ્ટ થાય.તેમણે કહ્યું જ્યાં સંખ્યા વધારે છે ત્યાં ટેસ્ટ વધારે થાય. પીએમ મોદીએ કહ્યું કોવિડ મેનેજમેન્ટ પર વધુ ભાર આપો.

Share Now