લો મહામારીમાં પણ બુટલેગરો ગાંઠતા નથી ! વલસાડમાં દારૂની હેરાફેરી માટે ખેપિયાઓએ દમણના સાંસદે ફાળવેલા નાણાં વાળી એંબ્યુલન્સનો ઉપયોગ કર્યો

132

– દમણના સાંસદના MP ફંડમાંથી એંબ્યુલન્સ માટે નાણા ફાળવાયા હતા

વલસાડ : દમણથી ગુજરાતમાં ગેરકાયદેસર દારૂ ઘુસાડવા ખેપિયાઓ અવનવી યુક્તિઓ અજમાવતા હોય છે.ગુરૂવારે પારડી પોલીસે ઓરવાડના એક ખેપિયાને દમણ પાર્સિંગની સરકારી એમ્બ્યુલન્સમાં દારૂ સાથે ઝડપી પાડ્યો હતો.પારડી પી.એસ.આઇ ગોહિલના માર્ગ દર્શનમાં પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમી આધારે સારણથી બગવાડા જતા માર્ગ પર વોચ ગોઠવી DD03P0109 નંબરની એમ્બ્યુલન્સ આવતા બગવાડા હાઈસ્કૂલ સામે અટકાવી હતી.

આ એમ્બ્યુલન્સ પર ગવર્મેન્ટ હોસ્પિટલ દમણ,માનનીય સાંસદ સભ્ય લાલુ બી. પટેલના સાંસદ સભ્ય સ્થાનિક વિકાસ ફંડમાંથી આ વાહન દમણવાસીઓ માટેનું લખાણ જોવા મળ્યુ હતું.એમ્બ્યુલન્સમાં તપાસ કરતા થેલાંઓ મળ્યા હતા.જેમાં દારૂની 120 બોટલો કિંમત રૂ.12 હજારનો જથ્થો મળતાં એમ્બ્યુલન્સ ચાલક નીખીલ ઉર્ફે નીરવ ઈશ્વરભાઈ ભંડારી રહે ઓરવાડ મહાદેવ નગરની ધરપકડ કરી હતી.ઝડપાયેલા ચાલકની પૂછપરછમાં તેણે આ દારૂ કિકરલાના વિશાલ રામુભાઈ પટેલે ભરી આપ્યો હોવાનું અને તેને જ આપવાનો હોવાનું જણાવતા વિશાલને વોન્ટેડ જાહેર કર્યો છે.પોલીસે 7 લાખની એમ્બ્યુલન્સ પણ કબજે લઇ વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Share Now