સપ્તાહના અંતમાં રજા આપવા સુરત જિલ્લા પંચાયત આરોગ્ય શાખા ક્ષેત્રિય કર્મચારી મંડળની કલેક્ટરને રજૂઆત

37

સુરત : સુરત જિલ્લા પંચાયત આરોગ્ય શાખા ક્ષેત્રિય કર્મચારી મંડળે કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરી છે.અને જણાવ્યુ હતું કે ફરજ બજાવતા આરોગ્ય કર્મચારીઓ કોવિડ-19 અંતગર્ત એક વર્ષથી કોઈપણ પ્રકારની રજા લીધા વિના જાહેર રજા કે રવિવાર જોયા વગર દિવસ રાત અવિરતપણે આરોગ્ય સેવા બજાવી રહ્યા છે.ત્યારે આ કર્મચારીઓને વીક એન્ડમાં રજા મળી રહે તે માટે 50 ટકા આરોગ્ય કર્મચારીઓને શનિવારના રોજ અને બાકીના 50 ટકા કર્મચારીઓને રવિવારે રસીકરણ કામગીરી ન અવરોધાય તે રીતે ઓડ ઇ-વન તરીકે ફરજ ગોઠવવા માટે માંગ કરવામાં આવી છે.

મળતી માહિતી અનુસાર આરોગ્ય શાખા જિલ્લા પંચાયત સુરતના ત્રીજા વર્ગના ક્ષ્રેત્રિય કર્મચારી મંડળના પ્રમુખ અશ્વિન પટેલ, મહામંત્રી પ્રવીણ પટેલ તેમજ કન્વીનર બકુલભાઈ પટેલે જિલ્લા કલેક્ટર અને તેમજ જિલ્લા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરવામાં આવી છે જેમાં જણાવ્યા અનુસાર આરોગ્ય શાખા જિલ્લા પંચાયત કચેરી સુરત હેઠળ ફરજ બજાવતા આરોગ્ય કર્મચારીઓ કોવિડ-19 અંતર્ગત છેલ્લા એક વર્ષથી કોઈપણ પ્રકારની રજા લીધા વિના જાહેર રજા કે રવિવાર જોયા વગર દિવસ રાત અવિરતપણે આરોગ્ય સેવાઓ બજાવી રહ્યા છે.ત્યારે તાજેતરમાં કોવિડ-19 ના બીજા વેવમાં સુરત શહેરના પેરાઅર્બન વિસ્તાર તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોના સબસેન્ટરોના ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોવિડ-19 ના પોઝિટિવ કેસો વધી રહ્યા છે.ત્યારે ગ્રામ્ય કક્ષાના આરોગ્ય કર્મચારીઓને વીકએન્ડમાં રજા મળી રહે તે માટે 50 ટકા આરોગ્ય કર્મચારીઓને શનિવારે અને બાકીના 50 ટકાના આરોગ્ય કર્મચારીઓને રવિવારે રસીકરણ કામગીરી ન અવરોધાય તે રીતે ઓડ ઇ-વન તરીકે ફરજ ગોઠવવા જણાવ્યુ છે.

વધુમાં જણાવ્યુ હતું કે RTPCR અને પ્રા.આ.કેંદ્ર ખાતે OPD કામગીરી દરમ્યાન મહત્તમ આરોગ્ય કર્મચારીઓ સંક્રમિત થઈ રહ્યા છે અને ગંભીર લક્ષણોની અસર થતાં હોસ્પિટલમાં દાખલ કરવાની નોબત આવે છે.ત્યારે આરોગ્ય કર્મચારીઓ કે તેમના કુટુંબીજનોને સરકારી કે પ્રાઈવેટ હોસ્પિટલમાં સારવાર માટે રીઝર્વ કોટા જરૂરી દવા અને ઈંજેક્ષનો,ઑક્સીજન,વેન્ટિલેટરની સુવિધા માટે અનામત બેડ રાખવા જોઈએ જેથી આરોગ્ય
કર્મચારી તથા તેના ફેમિલીના સભ્યોના જીવ બચાવી શકાય.તેમજ પ્રાથમિક શિક્ષકો,તલાટી,ગ્રામ સેવક,મુખ્ય સેવિકા સહિતના કર્મચારીઓને પ્રત્યક્ષ રીતે આરોગ્યની ટીમ સાથે સામેલ રાખી તેઓને પણ રસીકરણના વર્કલોડની કામગીરી સોંપી આરોગ્ય સેવા સાથે સાંકળવામાં આવે તો રસીકરણ કામગીરી વેગવંતી બને અને આરોગ્ય સેવા સુદ્રઢ રીતે સુચારું રૂપથી કામગીરી કરવા 45 વર્ષથી વધુ વયના લાભાર્થી દર્દીઓને આવરી શકાય તે મુજબનું જણાવ્યુ હતું.

Share Now