અદાલતોમાં ચેક બાઉન્સના કેસોનો નિવેડો લાવવા કાયદામાં સુધારો કરવા સુપ્રિમનું સૂચન

50

નવી દિલ્હી તા.17 : સુપ્રિમ કોર્ટે ચેક બાઉન્સનાં કેસોનો જલદી નિકાલ લાવવાના અનેક નિર્દેશો જાહેર કર્યા છે.આ સિવાય એક જ લેવડ દેવડ સંબંધીત વ્યકિત સામે એક જ વર્ષમાં નોંધાયેલા કેસમાં દરેક કેસને એક સાથે જોડવાની વ્યવસ્થા કરવા માટે કેન્દ્રને નેગોશીએબલ એકટમાં સંશોધન કરીને ફેરફાર કરવાનું સુચન પણ આપ્યું છે.આ પહેલા સુપ્રિમ કોર્ટે દેશમાં વિલંબીત એક બાઉન્સનાં લગભગ 35 લાખ કેસોને ‘અજીબો ગરીબ’ જણાવ્યો હતો અને કેન્દ્રને આવા કેસોનો નિકાલ કરવા માટે ખાસ સમય માટે વધારાની અદાલતો બનાવવાનાં સંબંધમાં કાયદો બનાવવાનું કહેવુ હતું.

આ પહેલા સુપ્રિમ કોર્ટે દેશમાં વિલંબીત ચેક બાઉન્સના લગભગ 35 લાખ કેસોને અજીબો ગરીબ જણાવ્યો હતો અને કેન્દ્રને આવા કેસોનો નિકાલ કરવા માટે ખાસ સમય માટે વધારાની અદાલતો બનાવવાનાં સંબંધમાં કાયદો બનાવવાનું કહેવુ હતું.ઉલ્લેખનીય છે કે સુપ્રિમ કોર્ટે દેશની બધી હાઈકોર્ટને ચેક બાઉન્સનાં કેસોનો નિવેડો લાવવા માટે નીચલી અદાલતોને નિર્દેશ કર્યો છે.મુખ્ય ન્યાયાધીશ એસ.એ.બોબડેની અધ્યક્ષતાવાળી પાંચ ન્યાયાધીશોની બંધારણીય પીઠે જણાવ્યું હતુ કે ચેક બાઉન્સનાં કેસોમાં પુરાવાને હવે સોગંદનામું દાખલ કરીને રજુ કરી શકાય છે અને સાક્ષીઓને બોલાવીને તપાસ કરવાની જરૂર નહીં પડે.પીઠે કેન્દ્રને નેગોશીએબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટમાં ઉચીત સંશોધન કરવાનું કહ્યુ છે. જેથી એક વ્યકિતની સામે એક વર્ષમાં રજીસ્ટર કરાયેલ ચેક બાઉન્સનાં કેસોમાં દરેક કેસોને સાથે જોડીને એક કેસ ચલાવી શકાય.

સુપ્રિમ કોર્ટે જણાવ્યું હતું કે નીચલી કોર્ટોની પાસે ચેક બાઉન્સનાં મામલામાં કેસોનો સામનો કરવા માટે વ્યકિતઓને સમન કરવાનાં ફેસલા પર પુર્નવિચાર કરવાના સ્વાભાવિક પાવર્સ નથી તેના માટે મેજી.ને આ પાવર્સ આપવામાં આવે.જે કેસોનો નિકાલ તેમણે નથી કર્યો તેના પર બોમ્બે હાઈકોર્ટનાં પૂર્વ ન્યાયાધીશ આર.સી.ચવ્હાણની અધ્યક્ષતાવાળી સમિતિ વિચાર કરશે.

Share Now