વડાપ્રધાને સુરક્ષા વગર જ દિલ્હીના ગુરુદ્વારા શિશગંજ પહોંચી માથુ ટેકાવ્યું : પ્રસાદ લીધો

55

નવી દિલ્હી : વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી આજે સવારે દિલ્હીના ગુરુદ્વારા શીશગંજ સાહિબમાં પહોંચીને માથુ ટેકવ્યું હતું.શ્રી મોદી આજે ગુરૂ તંગ બહાદુરજીના 400માં પ્રકાશવર્ષના અવસરે કોઈ પૂર્વ જાણ કે સુરક્ષાના ઘેરા વગર જ ગુરુદ્વારા પહોંચી ગયા હતા.તેઓના રૂટમાં પણ કોઈ સુરક્ષા બંદોબસ્ત કે અન્ય કોઈ વ્યવસ્થા કરવામાં આવી ન હતી અને તેઓએ ગુરુદ્વારામાં માથુ ટેકવ્યુ હતું તથા કોરોના કામમાંથી દેશને સુરક્ષિત બહાર કાઢવા માટે પ્રાર્થના કરી હતી.

મોદીના કાફલા સાથે સુરક્ષા વાહન હતા પણ તે રોજીંદા ટ્રાફીકમાં જ સામેલ થઈને પહોંચ્યા હતા બાદમાં અહીના લંગરમાં તેઓએપ્રસાદ લીધો હતો.શ્રી મોદીએ બાદમાં ટવીટ કરતા લખ્યું કે 400માં પ્રકાશોત્સવના વિશેષ અવસરે હું શ્રી ગુરૂ તંગ બહાદુરને નમનકરું છું અને તેમના સાહસ અને દલિતોની સેવાના તેમના પ્રયાસ માટે વિશ્ર્વસ્તરે તેની તેમના કાર્યની પ્રશંસા થાય છે.તેઓએ અત્યાચાર અને અન્યાયની સામે ઝુકવાનો ઈન્કાર કર્યો હતો અને તેમના સર્વોચ્ચ બલીદાનની એક તાકાત મળે છે.ગુરૂ તંગ બહાદુર શિખ ધર્મના નવમાં ગુરૂ છે.

Share Now