અય્યાશ બાપ : પ્રેમિકા સાથે મોજ કરવા માટે પિતાએ પોતાના સગા દિકરાને 17 લાખમાં વેચી દીધો, પોલીસે શોધવા માટે આકાશ-પાતાળ એક કર્યું

34

ચીનમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.અહીં એક અય્યાશ પિતાએ ન કરવાનું કરી દીધુ છે.આ પિતાએ મોજ શોખ માટે પોતાના બે વર્ષના દિકરાને વેચી માર્યો હતો. પત્નીની છૂટાછેડા લીધા બાદ પતિને આ બાળકની કસ્ટડી મળી હતી.પણ તે જવાબદારી ઉપાડી શક્યો નહીં.જે બાદ તેણે પોતાના દિકરાને વેચી દીધો હતો અને તે પૈસાથી દેશમાં અલગ અલગ જગ્યાએ ટૂર પર નિકળી ગયો હતો.પોલીસે આ શખ્સની ધરપકડ કરી લીધી છે.

પતિ-પત્નિના થયા છે છૂટાછેડા

આ મામલો પૂર્વી ચીની વિસ્તાર ઝેજિયાંગનો છે.આ શખ્સની સરનેમ શી છે.તેને તેની ઘરવાળી સાથે નહોતુ બનતુ.ખૂબ ઝઘડા થતાં હતા.જેને લઈને બંને વચ્ચે છૂટાછેડા થયા.કપલ્સને બે સંતાનો હતા,દિકરીની જવાબદારી માતાને સોંપી,જ્યારે દિકરાની જવાબદારી પિતાને કોર્ટે આપી હતી.

17 લાખ રૂપિયામાં દિકરાને વેચી માર્યો

આ બાળક નાના ભાઈને ત્યાં રહેતુ હતું, જો કે આ શખ્સ ત્યાંથી બાળકને લઈ ગયો અને બાદમાં પોતાના નાના ભાઈના ફોન ઉઠાવવાનું પણ બંધ કરી દીધુ. તેણે મોટા ભાઈ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ દાખલ કરી,પોલીસે એક્શન લીધી અને તેની ધરપકડ કરી.પોલીસનું કહેવુ છે કે, શીએ ચાંગ્સુ શહેરમાં એક કપલ્સને દિકરો વેચી દીધો છે. જેમને કોઈ સંતાન નહોતુ.તેણે પોતાના દિકરાની કિંમત સાડા 24 હજાર ડોલર્સ એટલે કે, લગભગ 17 લાખ રૂપિયા લગાવી હતી.

પોલીસ કરી રહી છે તપાસ

શખ્સ પર આરોપ છે કે, આ રકમથી તે પોતાની પ્રેમિકા સાથે દેશભરમાં ફરવા નિકળી ગયો છે.અન્ય એક ખુલાસો થયો છે કે, આ શખ્સે અગાઉ પણ તેની પોતાની જ બે દિકરીઓને વેચી મારી છે.હાલમાં પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરી રહી છે.

Share Now