બ્રેકિંગ@ગુજરાત : ગુજરાતમાં લોકડાઉન મુદ્દે આજ સાંજ સુધીમાં નિર્ણય લેવાશે, બપોરે મીટિંગ ,જાણો એક જ ક્લિકે

148

રાજ્યમાં વધતાં જતાં કોરોના કેસોને લઇ ચિંતાજનક સ્થિતિ વચ્ચે હવે લોકડાઉનને લઇ સૌથી મોટી વાત સામે આવી છે.ગુજરાતમાં કોરોના સંક્રમણ વધતાં અન્ય રાજ્યોની જેમ લૉકડાઉન લગાવવામાં આવી શકે છે.મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતમાં લૉકડાઉનને લઇને સંકેત આપ્યા છે.મુખ્યમંત્રી રૂપાણીએ કહ્યુ કે ગુજરાતમાં લૉકડાઉન અંગે સાંજે નિર્ણય લેવાશે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જૂનાગઢમાં કોરોનાની સ્થિતિને લઇને મુલાકાત કરી હતી.આ દરમ્યાન મુખ્યમંત્રીએ કહ્યુ કે, ગાંધીનગર ખાતે કોર કમિટીની બેઠક મળશે અને તેમાં કરર્ફ્યૂ કે લૉકડાઉન અંગે નિર્ણય લેવામાં આવી શકે છે.આવતીકાલે કરર્ફ્યૂની મુદ્દત પૂર્ણ થઇ રહી છે. 29 શહેરોમાં કરર્ફ્યૂની મર્યાદા અંગે નિર્ણય લેવાઇ શકે છે.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોરોનાની કામગીરીની સમીક્ષા માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલની રૂબરૂ મુલાકાત કરી હતી.આ દરમ્યાન મુખ્યમંત્રીએ હોસ્પિટલમાં કોરોના સંક્રમિત દર્દીઓના સગા-સંબંધીઓ સાથે રૂબરૂ સંવાદ કરીને હોસ્પિટલમાં અપાતી આરોગ્ય સેવાઓ તેમજ પૌષ્ટિક આહાર-ભોજન વિતરણની વ્યવસ્થા નિહાળી પ્રત્યક્ષ માહિતી મેળવી હતી.

Share Now