મસ્જીદે અલ અકસામા ભડકી હિંસા, 136 લોકો થયા ઘાયલ

74

પેલેસ્ટાઇનના ભક્તો શુક્રવારે મોડી રાતે અલ-અક્સા મસ્જિદના કમ્પાઉન્ડમાં ઇઝરાઇલી પોલીસ સાથે ઘર્ષણ થયા હતા,જેમાં અનેક લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે.અલ-અક્સા મુસ્લિમો અને યહૂદીઓ માટેનું એક પવિત્ર સ્થળ છે.જેરુસલેમમાં છેલ્લાં અઠવાડિયામાં હિંસા વધી છે.

પેલેસ્ટાઇનની રેડ ક્રેસન્ટ ઇમર્જન્સી સર્વિસે કહ્યું કે મસ્જિદ અને જેરૂસલેમની અન્ય જગ્યાએ પોલીસ સાથેની અથડામણમાં 136 લોકો ઘાયલ થયા છે, જેમાંથી 83 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.તેમણે કહ્યું કે મોટાભાગના લોકોને રબરની ગોળીઓ અને ગ્રેનેડ વિસ્ફોટથી નીકળેલા ટુકડાઓથી ઇજાઓ પહોંચી હતી.

ઇઝરાઇલે છ પોલીસ અધિકારીઓને ઇજા પહોંચાડવાની જાણકારી આપી છે.આ પહેલા શુક્રવારે ઇઝરાઇલી સેનાએ બે પેલેસ્ટાનીઓને ઠાર માર્યા હતા.ઇઝરાઇલમાં અર્ધલશ્કરી બોર્ડર પોલીસ દળના અડ્ડા પર એક વ્યક્તિએ ગોળીબાર કર્યો ત્યારે તેઓએ આ કાર્યવાહી કરી હતી.

પૂર્વ જેરુસલેમમાં તાજેતરના અઠવાડિયામાં તણાવ વધી ગયો છે.ઇઝરાઇલ અને પેલેસ્ટાઇન બંને યરૂશાલેમનો દાવો કરે છે.

Share Now