આઠ માળની ભાજપની કેન્દ્રીય ઓફીસ કોવિડ હોસ્પીટલ બનાવી દો : ડો.સ્વામીનું તોફાની ટવીટ

86

નવી દિલ્હી : કોરોના કાળમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચાલે. કેન્દ્રીય મંત્રી નિતીન ગડકરીને સંક્રમણ સામેની જવાબદારી સોપી દો તેવું ટવીટ કરીને ભાજપમાં પલીતો ચાપનાર શાસક પક્ષના સીનીયર સાંસદ ડો. સુબ્રમણ્યમ સ્વામીએ દિલ્હીમાં કોરોનાની વણસતી જતી સ્થિતિમાં હવે ભાજપના નવા 8 માળ નાં કેન્દ્રીય કાર્યાલયને કોવિડ સેન્ટરમાં ફેરવી નાખવાનું સૂચન કર્યુ છે.પક્ષના ટવીટથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા સમગ્ર સરકારને સતત નિશાન બનાવી રહેલા ડો. સ્વામીએ એક ટવીટથી ભાજપના 8 ફલેટના કેન્દ્રીય કાર્યાલયને કોવિડ હોસ્પીટલમાં ફેરવવાનું સૂચન કર્યુ છે.

ડો. સ્વામીએ લખ્યું છે કે ભાજપની પાસે હજુ અશોક રોડ પરનું તેનું જૂનું કાર્યાલય જે સરકારી બંગલો છે તેને હાલ પક્ષની કામગીરી માટે ઉપયોગમાં લઈ શકાય છે.ભાજપને આ એક ઉમદા ભાવના દેખાડવા અનુરોધ કર્યો છે.ડો. સ્વામીના આ ટવીટને નેટીઝનો એ જબરો આવકાર આપ્યો હતો અને ભાજપને ખરેખર કોવિડ દર્દીઓ પ્રત્યે સંવેદના દર્શાવવા અપીલ કરી તો અનેક ટવીટમાં ગાંધી કુટુંબને પણ નિશાનબનાવાયા અને હાલ સોનિયા-રાહુલ ગાંધી અલગ અલગ સરકારી બંગલામાં રહે છે તો થોડા દિવસ મા-દીકરો એક જ બંગલામાં રહે અને તે એક કોવિડ સેન્ટર બની શકે તેમ છે તો વાત છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભવ્ય સાત બંગલાના સમૂહ પર ગઈ હતી અને મોદી પણ તેમાંથી થોડા બંગલા ખાલી કરીને કોવિડ સેન્ટર બનાવે તેવા ટવીટ થયા હતા.

Share Now