હવે તેલંગાણામાં 10 દિવસના લોકડાઉનની જાહેરાત, માત્ર ચાર કલાક છૂટછાટ મળશે

92

કોરોનાના સતત વધી રહેલા કેસના પગલે Telangana માં પણ 10 દિવસ માટે લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે.મંગળવારે તેલંગાણાના મુખ્ય પ્રધાનની આગેવાની હેઠળ એક મહત્વપૂર્ણ કેબિનેટ બેઠક મળી હતી.આ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે કોરોનાના વધતા જતા કેસોને કારણે બુધવારથી તેલંગાણામાં 10 દિવસ માટે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે.લોકડાઉન દરમિયાન સવારે 6 થી સવારે 10 વાગ્યા સુધી 4 કલાકની છૂટછાટ આપવામાં આવી છે,તે દરમિયાન તમામ બહારનું કામ કરવું પડશે.તેલંગાણા ઉપરાંત અન્ય ઘણા રાજ્યોમાં લોકડાઉન અમલમાં છે.

Share Now