હાઈકોર્ટે પોલીસ કમિશ્નરનો ઉધડો લઈ લીધો : માસ્ક વગર રેલી કરતા અમિત શાહ વિરુદ્ધ FIR કેમ ન કરી ?

103

કોરોનાકાળમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાવતી રેલીઓને લઈને કર્ણાટક હાઈકોર્ટે બેલાગાવી પોલીસ કમિશ્નરને બરાબરની ફટકાર લગાવી છે.કોર્ટે કહ્યુ હતું કે, ભાજપની ચૂંટણી રેલીમાં શામેલ થનારા લોકો અને અમિત શાહ વિરુદ્ધ FIR કેમ ન કરી ?

આપને જણાવી દઈએ કે, 17 જાન્યુઆરીના રોજ બેલાગાવીના જિલ્લા સ્ટેડિયમમાં ગૃહમંત્રી અમિત શાહની આગેવાનીમાં રેલીનું આયોજન કરવામાં આવી હતી.કોર્ટે ફટકાર લગાવતા કહ્યુ હતું કે, આ જાહેર સભામાં હજારો લોકો શામેલ થયા હતા અને કોરોના નિયમોનું પાલન નહોતુ કર્યુ.ચીફ જસ્ટિસ અભય શ્રીનિવાસ ઓકા અને સૂરજ ગોવિંદરાજની ડિવીઝન બેંચે પોલીસ કમિશ્નરને આટલી બધી ઢીલાશ કરવા પર બરાબરના લઈ નાખ્યા હતા.પોલીસ કમિશ્નર તરફથી આપેલા જવાબમાં લાપરવાહી જણાતા કોર્ટે આકરી ટિપ્પણી કરી હતી.

જજે કહ્યુ હતું કે, લાગે છે કે, કમિશ્નરને કર્ણાટક મહામારી એક્ટ 2020 વિશે જાણકારી નથી.લાગે છે કે, 15 એપ્રિલે રાજ્ય સરકારે જાહેર કરેલા આદેશ પોલીસ કમિશ્નર જાણતા નથી.પોલીસ કમિશ્નરનો ઉધડો લેતા કહ્યુ કે, કમિશ્નરને કાયદાની ખબર નથી, ખાલી 20 હજાર લઈ લીધા એટલે વાત પુરી, તો પછી ફરિયાદ કેમ ન કરી ?

Share Now