રાત્રિ કર્ફ્યૂની ઐસી તૈસી : બુટલેગરે કેક કાપી બર્થ ડે સેલિબ્રેશન કર્યો, Video થયો વાયરલ

153

સુરત,તા,28 મે : સુરતમાં કાયદાનો ભંગ કરતા વિડીયો અવારનવાર બહાર આવી રહ્યા છે.એક દિવસ પહેલા જ પીઆઈના વિદાય સમારંભનો વિડીયો અને બુટલેગરના ત્યાં લગ્ન સમારોહ નો વીડિયો બહાર આવ્યો હતો.તો આજે ફરી બે દિવસ પહેલાંનો હેમંત પીયો ઉર્ફે માંજરો નામના શખ્સનો વીડિયો વાઈરલ થયો છે.જેમાં જાહેરમાં મોડી રાતે તે બર્થડે કેક કાપી ને ઉજવણી કરતો દેખાઈ રહ્યો છે. કોરોના સંક્રમણ વચ્ચે રાત્રિ કર્ફૂયુ છે.સાથે જ પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરીને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે, જાહેરમાં કોઈએ પોતાના જન્મ દિવસની ઉજવણી કરવી નહીં, છતાં પણ આ લોકો બેખોફ થઈને સેલિબ્રેશન કરતા જોવા મળી રહ્યા છે.

હાલ માં જન્મદિવસની ઉજવણી કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.આ વીડિયોમાં દેખાતો યુવક હેમંત પિયા ઉર્ફે માંજરો હોવાનું જાણવા મળ્યું છે. ભાઠેના વિસ્તારમાં આ યુવાન દારૂનો ધંધો કરતો હોવાની પણ માહિતી સૂત્રો પાસેથી પ્રાપ્ત થઇ છે.દારૂનો ધંધો કરતો યુવાન કાયદાનો કોઈ પણ ડર રાખતો ન હોય તે રીતે જન્મદિવસની ઉજવણી કરતો હોવાના દ્રશ્યો સામે આવ્યાં છે.જો કે આ વિડીયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં ઉધના પોલીસ હરકત માં આવી હતી અને વીડિયોમાં જન્મદિવસ ની ઉજવણી કરી રહેલા હેમંત સહિત ત્રણ વ્યક્તિઓને ઉધના પોલીસે જાહેરનામાના ભંગ બદલ અટકાયત કરી છે. અને પાંચ વ્યક્તિઓને વોન્ટેડ જાહેર કર્યા છે.વોન્ટેડ આરોપીઓની હાલ ઉધના પોલીસ શોધખોળ કરી રહી છે.

Share Now