દેશમાં કોરોનાની બીજી લહેરમાં 594 ડોક્ટરોએ જીવ ગુમાવ્યો

57

નવી દિલ્હી : દેશમાં ડોક્ટરોની સંસ્થા ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) તરફથી જણાવવામાં આવ્યું છે કે કોરોનાવાઈરસ બીમારીની દેશમાં ફેલાયેલી બીજી લહેર દરમિયાન અત્યાર સુધીમાં 594 ડોક્ટરોનું મૃત્યુ થયું છે.સૌથી વધારે દિલ્હીમાં – 107 ડોક્ટરો આ રોગચાળાનો ભોગ બન્યા છે.કોરોના દર્દીઓની સારવાર કરનાર કોરોના-યોદ્ધા ડોક્ટરોને આ બીમારી ભરખી ગઈ.

સમાચાર એજન્સી એએનઆઈના અહેવાલ અનુસાર, IMA દ્વારા આ અંગેનો એક આંકડાકીય અહેવાલ બહાર પાડ્યો છે.દિલ્હી બાદ બીજા નંબરે બિહાર આવે છે જ્યાં 96 ડોક્ટરોએ કોરોનાને કારણે જાન ગુમાવ્યો છે.ત્યારબાદ આવે છે – ઉત્તર પ્રદેશ 67, રાજસ્થાન 43, ઝારખંડ 39, આંધ્ર પ્રદેશ અને તેલંગણા 32-32, ગુજરાત 31, પશ્ચિમ બંગાળ 25.

Share Now