ભાજપ ધારાસભ્યની ડાગળી ચસકી : જોલાછાપ ડોક્ટર્સને પણ કોરોના વોરિયર્સની ઉપાધી આપો, ગણાવ્યા દેવદૂત

64

મધ્ય પ્રદેશના મૈહરથી ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય નારાયણ ત્રિપાઠીએ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણને એક પત્ર લખ્યો છે. તેમણે લખ્યુ છે કે, જોલાછાપ ડોક્ટરોને દેવદૂત ગણાવી કોરોના યોદ્ધાની શ્રેણીમાં રાખવાની વાત કરી છે.જોલાછાપ ડોક્ટર્સના હિતમાં વાત કરતા ત્રિપાઠી લખે છે કે, ગામડાઓમાં રહેલા નકલી અને જોલાછાપ ડોક્ટર્સે ગ્રામિણ લોકોની ખાંસી-શરદી અને કફ જેવી બિમારીઓને રોકીને કોરોના સંક્રમણ અટકાવવાનો પ્રયાસ કર્યો છે.કોરોના મહામારીમાં જોલાછાપ ડોક્ટર્સ સ્વાસ્થ્ય વિભાગના તંત્ર સાથે જોડાઈને પ્રાથમિક ઉપચાર અને જાગૃકતા અભિયાન એમ બંને રીતે ઉપયોગી બન્યા છે.

ભાજપના ધારાસભ્યએ આગળ લખ્યુ છે કે, આવા ગ્રામિણ દર્દી જેમની પાસે શહેરમાં હોસ્પિટલોમાં જઈ સારવાર કરાવવાના પૈસા નથી હોતા.તેમનો સહારો આવા જોલાછાપ ડોક્ટર્સ જ હોય છે. કારણ કે ઈંજેક્શન લગાવવા,ડ્રિપ ચડાવવા અને સામાન્ય દવાઓ આપવાનો હોય છે.તેમની પાસે નાના ડિગ્રીઓ-ડિપ્લોમાં હોય છે.તેમનો ઉપયોગ પ્રાથમિક સારવાર અને જાગૃકતા લાવવા માટે કરી શકાય.જોલાછાપ ડોક્ટર્સોએ આ મહામારીમાં સરાહનીય કામ કર્યુ છે.

તેમણે પત્રમાં આગળ લખ્યુ છે કે, નકલી ડોક્ટર્સે પ્રાથમિક સારવાર કરી છે અને કોરોના મહામારીના નિયંત્રણમાં મોટી ભૂમિકા નિભાવી છે.તેમ છતાં પણ તેમને જોલાછાપ ડોક્ટર્સ કહેવાય છે.તેમને સ્વાસ્થ્યરક્ષર અથવા સ્વાસ્થ્ય સેવક માનતા કોરોના વોરિયર્સની શ્રેણીમાં રાખવા જોઈએ.

Share Now