સુરતની સુમલ ડેરીના ડિરેક્ટરે વડાપ્રધાનને પત્ર લખ્યો, ડેરી ઉદ્યોગને ખતમ કરવા અભિયાન ચાલતુ હોવાનો આક્ષેપ

60

– પેટા દ્વારા ભારતના પશુપાલન અનેડેરી ઉદ્યોગના વિકાસને અવરોધવા પ્રયાસના આરોપ

સુરત : સુરત પૂર્ણ શાકાહારી એટલે કે વિગન મિલ્કના નામે પ્રાણીઓના કહેવાતા અધિકાર માટે સક્રિય પીપલ ફોર ધ એથિક્લ ટ્રીટમેન્ટ ઓફ એનિમલ્સ (પેટા) દ્વારા ભારતના પશુપાલન અને ડેરી ઉદ્યોગના વિકાસને અવરોધવા પ્રયાસ થઇ રહ્યો છે. મલ્ટિનેશનલ કંપનીઓના ઇશારે ભારતના ડેરી ઉદ્યોગને ખતમ કરવા પેટા દ્વારા મોટુ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે તેની સામે સુમુલ ડેરીના ડિરેક્ટર જયેશ એન. પટેલ (દેલાડ)એ નારાજગી વ્યક્ત કરી વડાપ્રધાનને લખેલા પત્રમાં પેટા પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે.

આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે કે, ભારતમાં દૂધને સંપૂર્ણ પોષક આહારનો દરજ્જો આપવામાં આવ્યો છે કારણ કે દૂધના સેવનથી દેહ ધાર્મિક રોજબરોજની ક્રિયાઓ શરીરને જોઇતા તમામ પોષક તત્ત્વો સરળતાથી મળી રહે છે. 10 કરોડ લોકો આ વ્યવસાય સાથે સંકળાયેલા છે એવા સમયે પેટા દ્વારા અમુલ ડેરીને પત્ર લખી પશુઓનું દૂધ વેચાણ બંધ કરવા ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

જયેશ પટેલ દ્વારા લખાયેલા પત્રમાં કહેવાયું છે કે, સરકારના સ્તરેથી વિરોધ થવો જોઇએ. પેટા દ્વારા બહુરાષ્ટ્રીય કંપનીઓના ઇશારે ભારતના ગ્રામ્ય અર્થતંત્રને તોડી પાડવાનું ષડયંત્ર કરવામાં આવ્યું છે.પેટાએ કાજુ,બદામ,સોયાબીન અને ચોખાના રસમાંથી તૈયાર થતાં દ્રાવણને દૂધનું નામ આપ્યું છે અને તે પ્રકારનું દૂધ વેચવા હઠાગ્રહ કરી રહ્યું છે.એવી સ્થિતિમાં ગરીબોને આ પ્રકારનું દૂધ કઇ રીતે આપી શકાય.

Share Now