BJPએ કૉંગ્રેસની વધુ એક મજબૂત વિકેટ ખેરવી, શાહ સાથે બેઠક બાદ જિતિન પ્રસાદ ભાજપમાં જોડાયા

66

જ્યોતિરાદિત્ય સિંધિયા બાદ કૉંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીની ટીમમાંથી વધુ એક મહત્વની વિકેટ ખરી ગઈ છે.કૉંગ્રેસ નેતા અને પૂર્વ મંત્રી જિતિન પ્રસાદ આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે.કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે જિતિન પ્રસાદને પાર્ટીમાં સામેલ કરાવ્યા છે.ઉત્તર પ્રદેશ ચૂંટણીથી પહેલા આ મોટો રાજકીય ઉલટફેર છે.કહેવામાં આવી રહ્યું છે કે કૉંગ્રેસના મોટા બ્રાહ્મણ ચહેરાઓમાંથી એક જિતિન પ્રસાદ છેલ્લા અનેક દિવસથી પાર્ટી હાઈકમાન્ડથી નારાજ હતા.

કૉંગ્રેસ હાઈકમાન્ડથી નારાજ હતા જિતિન પ્રસાદ

તેઓ કૉંગ્રેસમાં મહત્વ ના મળવા અને યૂપી કૉંગ્રેસના કેટલાક નેતાઓથી પોતાની નારાજગી વ્યક્ત કરી ચુક્યા છે.જિતિન પ્રસાદની ફરિયાદને પાર્ટી હાઈકમાન્ડે નજરઅંદાજ કરી.આ જ કારણ છે કે તેમણે બીજેપીમાં જોડાવાનો નિર્ણય કર્યો.યૂપીમાં આવતા વર્ષે વિધાનસભા ચૂંટણી થવાની છે.બીજેપીમાં સામેલ થતા પહેલા જિતિન કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ સાથે મુલાકાત કરવા તેમના નિવાસસ્થાને પહોંચ્યા. અહીંથી બીજેપીની ઑફિસ પહોંચ્યા અને પાર્ટી જોઇન કરી.

કૉંગ્રેસમાં રહીને લોકોની મદદ નહોતી કરી શકતો: જિતિન પ્રસાદ

જિતિન પ્રસાદનું નામ એ યુવા નેતાઓમાં રહ્યું છે જે રાહુલ ગાંધીની અત્યંત નજીક મનાતા હતા.કૉંગ્રેસ માટે આ એક મોટો ઝાટકો છે, કેમકે યૂપીમાં કૉંગ્રેસની પાસે કેટલાક જ ગણ્યા-ગાંઠ્યા ચહેરા બચ્યા હતા.બીજેપીમાં સામેલ થયા બાદ જિતિન પ્રસાદે કહ્યું કે, બીજેપીએ કલ્યાણકારી યોજનાઓ લાગું કરી,જે પાર્ટીમાં હું હતો,અનુભવ્યું કે પોતાનાઓના હિતો માટે કંઈ કરી શકી રહ્યો નથી.જ્યારે તમે કોઈની સહાયતા ના કરી શકો,એ લાયક નથી કે જનતાની મદદ ના કરી શકો,કૉંગ્રેસમાં મને આ અનુભવાઈ રહ્યું હતુ, આ કારણે બીજેપી જોઇન કરી.

UPમાં પગ જમાવવા મથામણ કરી રહેલી કૉંગ્રેસને મોટો ફટકો

જિતિને કહ્યું કે, હું વધારે નહીં બોલું, મારું કામ બોલશે.હવે હું એક સમર્પિત બીજેપીનો કાર્યકર્તા છું.મારો ઉદ્દેશ્ય પણ સૌનો સાથ,સૌનો વિકાસ, એક ભારત શ્રેષ્ઠ ભારત પર કામ કરીશ.ઉત્તર પ્રદેશમાં આગામી વર્ષે વિધાનસભા ચૂંટણી થવાની છે.યૂપીમાં પોતાના પગ જમાવવા માટે કૉંગ્રેસની રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાંધી સતત કામ કરી રહી છે.ચૂંટણીથી પહેલા જિતિને કૉંગ્રેસ છોડીને રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને મોટો ઝાટકો આપ્યો છે.

Share Now