ચાઈનીઝ એપ મારફતે 50 લાખ લોકોને લગાવ્યો 150 કરોડ રૂપિયાનો ચૂનો, 11 આરોપીઓ દિલ્હીથી ઝડપાયા

57

એક મોબાઈલ એપમાં રોકાણ મારફતે પૈસા બમણા કરવાની લાલચ આપીને છેતરપિંડી આચરનાર ગેંગને દિલ્હી પોલીસે ઝડપી પાડી છે.ચાઈનીઝ એપની આડમાં લોકોને 150 કરોડ રૂપિયાનો ચૂનો લગાવનાર 11 આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. અને ચોંકાવનારી વાત એ છે કે તેમાંથી બે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે.આ ચીની એપને ચીની નાગરિકો દ્વારા ચલાવવામાં આવતી હતી. અને દેશભરના 50 લાખ લોકો તેનો શિકાર બન્યા છે.

આ મામલે દિલ્હી પોલીસની સાયબર સેલે 11 લોકોનાં બેંક ખાતામાંથી કુલ 11 કરોડ રૂપિયા સીઝ કર્યા છે.જ્યારે 97 લાખ રૂપિયાની રોકડ રકમ પણ જપ્ત કરી છે.આરોપીઓ આ એપ મારફતે લોકોને 15 દિવસમાં પૈસા ડબલ કરવાની લાલચ આપતા હતા. આ એપ ગૂગલના પ્લે સ્ટોર ઉપર ઉપલબ્ધ હતી.

આ અગાઉ ઉત્તરાખંડ પોલીસની સ્પેશિયલ ટાસ્ક ફોર્સે 15 દિવસમાં રકમ બમણી કરવાની લાલચ આપી મોબાઈલ એપ મારફતે લગભગ 250 કરોડની ઠગાઈ કરનાર ઈન્ટરનેશનલ ગેંગનો પર્દાફાશ કર્યો હતો.ચીનની સ્ટાર્ટ અપ યોજનામાં રોકાણની લાલચ આપી ઠગાઈ કરવામાં આવી હતી.ગેંગના તાર ચીન અને થાઈલેન્ડની સાથે અન્ય દેશો સાથે પણ જોડાયેલાં હતા.

Share Now