બંગાળમાં BJPની તૂટશે કમ્મર, ફરી TMCમાં સામેલ થઈ શકે છે મુકુલ રૉય- મળી ગયા સંકેત

72

પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોના તૃણમૂલમાં ઘર વારસીનો મુદ્દો ચર્ચામાં છે.આ દરમિયાન મુકુલ રૉયને લઇને ચર્ચા સૌથી વધારે છે.ટીએમસી અને બીજેપી બંને અત્યારે કંઈપણ કહેવાથી બચી રહી છે.સાથે જ રોયે પણ અત્યાર સુધી ખુલીને આ મામલે પ્રતિક્રિયા નથી આપી.જો કે બુધવાર સાંજે ટીએમસી સાંસદ સૌગત રોયે નિવેદનમાં બદલાવના સંકેત આપ્યા છે.સૌગત રોયે જણાવ્યું કે, ‘અનેક લોકો છે અને અભિષેક બેનર્જીની સાથે સંપર્કમાં છે અને ઘર વાપસી ઇચ્છે છે.’

2 ભાગમાં વહેંચાઈ જશે પાર્ટી બદલનારા

તેમણે કહ્યું કે, ‘મને લાગે છે કે તેમણે જરૂરિયાતના સમયે પાર્ટીને દગો આપ્યો છે.અંતિમ નિર્ણય મમતા બેનર્જી લેશે.મને લાગે છે કે પાર્ટી બદલનારાઓને બે ભાગો સોફ્ટલાઇનર અને હાર્ડલાઇનરમાં વહેંચવામાં આવશે.’ તેમણે સમજાવ્યું કે, ‘સોફ્ટલાઇનરમાં એ નેતાઓ સામેલ થશે જેમણે મુખ્યમંત્રી મમતા બેનર્જીનું ક્યારેય અપમાન નથી કર્યું.જ્યારે હાઈર્ડલાઇનર્સે સાર્વજનિક રીતે અપમાનિત કર્યા છે.’ રૉયે કહ્યું પાર્ટી બદલાવ્યા બાદ શુભેંદુ અધિકારીએ મમતા બેનર્જી વિશે ઘણું ખોટું કહ્યું. ‘મુકુલ રૉયે ખુલીને મુખ્યમંત્રી વિશે કોઈ ખોટી વાત નથી કરી.’

TMC છોડી BJPમાં સામેલ થનારા પહેલા નેતા હતા રૉય

ક્યારેક મમતા બેનર્જીના નજીકના રહેલા રૉય પાર્ટી છોડનારા પહેલા નેતા હતા.તેમણે 2017માં પાર્ટી બદલી દીધી હતી.રિપોર્ટ પ્રમાણે, ત્યારબાદના વર્ષોમાં તેમણે અનેક ટીએમસી ધારાસભ્યો અને નેતાઓને વફાદારી બદલવા પર રાજી કર્યા.સમાચાર છે કે 35 નેતા સત્તાધારી પક્ષની સાથે પાછા જવા માંગે છે.મુકુલ રૉયની ટીએમસીમાં ઘર વાપસીની અટકળો ત્યારે શરૂ થઈ ગઈ હતી,જ્યારે અભિષેક બેનર્જી હૉસ્પિટલમાં ભરતી રૉયની પત્નીના ખબર-અંતર પૂછવા ગયા હતા.

PM મોદીએ ફોન પર મુકુલ રોય સાથે કરી હતી વાતચીત

રિપોર્ટ પ્રમાણે એવું કહેવામાં આવી રહ્યું છે કે, બીજા જ દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ખુદ રૉયની સાથે ફોન પર વાતચીત કરી હતી.બીજેપી નેતાઓનું કહેવું છે રૉયની પત્નીના જલદી સ્વસ્થ થવાને લઇને કૉલ હતો,જ્યારે ટીએમસી નેતાઓનું માનવું છે કે આ બીજેપી નેતાઓને એક સાથે રાખવાનો પ્રયત્ન છે.તાજેતરમાં જ અનેક બીજેપી નેતાઓને દિલ્હી બોલાવવામાં આવ્યા હતા.આ નેતાઓમાં અધિકારીનું નામ પણ સામેલ હતુ.

Share Now