નોબેલ પ્રાઈઝ વિજેતા મલાલા યુસુફજાઇને પાકિસ્તાનમાંથી મૌલાનાની ધમકી : કટ્ટરપંથીઓ ખફા

35

– ફેશન મેગેઝીન વોગ ને આપેલા ઇન્ટરવ્યૂમાં લગ્ન બાબતે કરેલા વિધાનથી કટ્ટરપંથીઓ ખફા : આત્મઘાતી હુમલો કરવાની ધમકી આપનાર મૌલાનાની ધરપકડ

ઇસ્લામાબાદ : નોબેલ પ્રાઈઝ વિજેતા મલાલા યુસુફજાઇને પાકિસ્તાનમાંથી ધમકીઓ મળવાનું શરૂ થઇ ગયું છે.તેણે ફેશન મેગેઝીન વોગ ને આપેલા ઇન્ટરવ્યૂમાં લગ્ન બાબતે કરેલા વિધાનથી કટ્ટરપંથીઓ ખફા થયા છે.આ મેગેઝીનને મલાલાએ લગ્ન વિશેના એક સવાલના જવાબમાં કહ્યું હતું કે, મને હજી સુધી સમજાતું નથી કે લોકો શા માટે લગ્ન કરવાનું વિચારી રહ્યા છે ? જો તમારે જીવનમાં કોઈ વ્યક્તિ જોઈએ છે તો કાગળ પર કેમ સહી કરવી પડશે ? માત્ર ભાગીદારી કેમ ન થઈ શકે? પાકિસ્તાનના ઘણા લોકો તેને ઇસ્લામની માન્યતાઓ વિરુદ્ધ ગણાવી રહ્યા છે.

દરમિયાન,ખૈબર પખ્તુનખાના લક્કી મારવાટ જિલ્લાના મૌલવીએ નોબેલ પ્રાઈઝ વિજેતા મલાલા પર હુમલો કરવાની ધમકી આપી હતી.પાકિસ્તાનના અગ્રણી અખબાર ડોને જિલ્લાના પોલીસ અધિકારીઓના હવાલાથી તેની પુષ્ટિ કરતાં કહ્યું કે મૌલવી મુફ્તી સરદાર અલી હકનીની બુધવારે ધરપકડ કરવામાં આવી છે.તેની સામે આતંકવાદ વિરોધી કાયદા હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.તેવું એચ.ટી.દ્વારા જાણવા મળે છે.

Share Now