OVERVIEW : કોઈપણ રાષ્ટ્રનો મજબૂત પાયો ડિફેન્સ સિસ્ટમ થકી જ બને છે…ભારત સરકારના સંરક્ષણ ક્ષેત્રે ઉમદા પ્રયાસો

39

દેશની અર્થવ્યવસ્થા હોય,આંતરિક સુરક્ષા વ્યવસ્થા હોય કે પછી ડિફેન્સ સિસ્ટમ હોય,આ તમામ મોરચે મજબૂત રહેનાર રાષ્ટ્ર જ આગળ વધી શકે છે અને પોતાનું અસ્તિત્વ ટકાવી શકે છે.દુનિયાના વિકાસશીલ દેશોને આ મોરચે સૌથી વધારે મથામણ કરતા જોવામાં આવ્યા છે.તેનું સૌથી મોટું કારણ એવું છે કે, વૈશ્વિક બજારોમાં વર્ષોથી પોતાની પકડ જમાવી ચૂકેલા અને સતત વિસ્તારવાદી રણનીતિ ઉપર કામ કરનારા વિકસિત દેશો દ્વારા આ દેશોને અસ્થિર કરવા માટે પ્રયાસ કરાતા રહેતા હોય છે. હાલમાં ભારત એવો જ દેશ છે જેને દબાવવા માટે ઘણા દેશો સીધી કે આડકતરી રીતે પ્રયાસ કરતા જોવા મળ્યા છે.ભારતને આંતરિક સુરક્ષાની સાથેસાથે સરહદી મોરચે પણ સતત નવા પડકારોનો સામનો કરવો પડે છે.જમીની સરહદે પાકિસ્તાન આડોડાઈ કરતો રહેતો હોય છે તો દરિયાઈ સરહદે પાકિસ્તાન અને ક્યારેક શ્રીલંકા દ્વારા અવળચંડાઈ કરવામાં આવે છે.ચીન તો તમામ સ્તરેથી કાંકરીચાળો ચાલુ જ રાખતો આવ્યો છે.

સરહદોની આ સ્થિતિને ધ્યાનમાં રાખીને જ સંરક્ષણ મંત્રાલય દ્વારા ઉચ્ચ ક્ષમતા ધરાવતી અને સ્વદેશી રીતે વિકસિત છ સબમરીન બનાવવા માટે ૪૩,૦૦૦ કરોડના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે.જાણકારોને આશા છે કે, સ્વદેશી સ્તરે વિકસનારી આ સબમરીન્સ દ્વારા ભારત પોતાની દરિયાઈ સરહદોની વધારે સારી અને મજબૂતી સાથે સુરક્ષા કરી શકશે.આ સબમરીન્સની સૌથી મોટી ખાસિયત એ છે કે, દેશમાં જ તૈયાર થશે તથા આધુનિક હથિયારોથી યુક્ત આ સબમરીન્સ દુશ્મનોના રડારમાં પણ પકડાશે નહીં.

દેશની અર્થવ્યવસ્થા હોય, આંતરિક સુરક્ષા વ્યવસ્થા હોય કે પછી ડિફેન્સ સિસ્ટમ હોય, આ તમામ મોરચે મજબૂત રહેનાર રાષ્ટ્ર જ આગળ વધી શકે છે અને પોતાનું અસ્તિત્વ ટકાવી શકે છે. દુનિયાના વિકાસશીલ દેશોને આ મોરચે સૌથી વધારે મથામણ કરતા જોવામાં આવ્યા છે. તેનું સૌથી મોટું કારણ એવું છે કે, વૈશ્વિક બજારોમાં વર્ષોથી પોતાની પકડ જમાવી ચૂકેલા અને સતત વિસ્તારવાદી રણનીતિ ઉપર કામ કરનારા વિકસિત દેશો દ્વારા આ દેશોને અસ્થિર કરવા માટે પ્રયાસ કરાતા રહેતા હોય છે. હાલમાં ભારત એવો જ દેશ છે જેને દબાવવા માટે ઘણા દેશો સીધી કે આડકતરી રીતે પ્રયાસ કરતા જોવા મળ્યા છે. ભારતને આંતરિક સુરક્ષાની સાથેસાથે સરહદી મોરચે પણ સતત નવા પડકારોનો સામનો કરવો પડે છે. જમીની સરહદે પાકિસ્તાન આડોડાઈ કરતો રહેતો હોય છે તો દરિયાઈ સરહદે પાકિસ્તાન અને ક્યારેક શ્રીલંકા દ્વારા અવળચંડાઈ કરવામાં આવે છે. ચીન તો તમામ સ્તરેથી કાંકરીચાળો ચાલુ જ રાખતો આવ્યો છે.

સરહદોની આ સ્થિતિને ધ્યાનમાં રાખીને જ સંરક્ષણ મંત્રાલય દ્વારા ઉચ્ચ ક્ષમતા ધરાવતી અને સ્વદેશી રીતે વિકસિત છ સબમરીન બનાવવા માટે ૪૩,૦૦૦ કરોડના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. જાણકારોને આશા છે કે, સ્વદેશી સ્તરે વિકસનારી આ સબમરીન્સ દ્વારા ભારત પોતાની દરિયાઈ સરહદોની વધારે સારી અને મજબૂતી સાથે સુરક્ષા કરી શકશે. આ સબમરીન્સની સૌથી મોટી ખાસિયત એ છે કે, દેશમાં જ તૈયાર થશે તથા આધુનિક હથિયારોથી યુક્ત આ સબમરીન્સ દુશ્મનોના રડારમાં પણ પકડાશે નહીં.

ભારત સરકાર દ્વારા છેલ્લા ઘણા સમયથી પ્રયાસ કરવામાં આવી રહ્યા છે કે, સંરક્ષણ ક્ષેત્રે શક્ય એટલી તમામ સામગ્રીઓ, હથિયારોનું દેશમાં જ ઉત્પાદન કરવામાં આવે. આ દિશામાં કામ કરવા દરમિયાન સરકારે ફાઇટર પ્લેન અને પાયદળના ઉપયોગનાં હથિયારો તથા યુદ્ધ સામગ્રીનાં ઉત્પાદન માટે મંજૂરીઓ આપી દીધી છે. આ નિર્ણયના બે સૌથી મોટા ફાયદા એ છે કે, ભારતને સંરક્ષણ ક્ષેત્રે હથિયારો માટે વિદેશી કંપનીઓ ઉપર આધાર રાખવામાંથી રાહત મળશે. બીજી તરફ જો સ્વદેશી સ્તરે અસરકારક હથિયારોનો વિકાસ કરી શકાશે તો ભવિષ્યમાં ભારત આ હથિયારોને અન્ય દેશોને વેચી પણ શકશે.

ભારતી ક્ષમતાને વિશ્વના દેશો જોઈ અને જાણી ચૂક્યા છે. ઉપગ્રહો બનાવવા અને લોન્ચ કરવા અંગે તથા અંતરિક્ષ અભિયાનોમાં ભારતની ક્ષમતા જોઈ ચૂકેલા દેશો હવે ભારતને મહત્ત્વ આપવા લાગ્યા છે. આ દેશો માને છે કે, સંરક્ષણ ક્ષેત્રે પણ ભારત પોતાની ક્ષમતા સાબિત કરી શકે છે. ભારતને હાલમાં સૌથી વધારે સમસ્યા ચીનથી થઈ રહી છે. ચીન પોતાની વિસ્તારવાદી નીતિને પગલે સતત ભારતને કનડતો આવ્યો છે. બીજી તરફ તે ભારતના પાડોશી દેશોને પણ ભારત વિરોધી ઉશ્કેરીને નવી મુશ્કેલીઓ ઊભી કરાવતો હોય છે. તેણે હવે સાર્ક દેશો ઉપર પણ પોતાનું પ્રભુત્વ જમાવી લીધું છે. પાકિસ્તાનને તો તે છડેચોક મદદ કરીને ઉશ્કેરતો જ હોય છે, પણ હવે તેણે નેપાળ અને શ્રીલંકાને પોતાના તરફ ખેંચવાના પ્રયત્નો સક્રિય કરી દીધા છે. તેણે શ્રીલંકાના પોર્ટ પર પોતાનું વર્ચસ્વ વધારી ભારતની મુશ્કેલી વધારવાનું કામ શરૂ કરી દીધું છે. આ સ્થિતિમાં સ્વદેશી સબમરીનો ડ્રેગન મેલા મનસૂબાને કાબૂમાં રાખવા ખૂબ જ ઉપયોગી સાબિત થશે. દ્વારા છેલ્લા ઘણા સમયથી પ્રયાસ કરવામાં આવી રહ્યા છે કે, સંરક્ષણ ક્ષેત્રે શક્ય એટલી તમામ સામગ્રીઓ,હથિયારોનું દેશમાં જ ઉત્પાદન કરવામાં આવે.આ દિશામાં કામ કરવા દરમિયાન સરકારે ફાઇટર પ્લેન અને પાયદળના ઉપયોગનાં હથિયારો તથા યુદ્ધ સામગ્રીનાં ઉત્પાદન માટે મંજૂરીઓ આપી દીધી છે.આ નિર્ણયના બે સૌથી મોટા ફાયદા એ છે કે, ભારતને સંરક્ષણ ક્ષેત્રે હથિયારો માટે વિદેશી કંપનીઓ ઉપર આધાર રાખવામાંથી રાહત મળશે.બીજી તરફ જો સ્વદેશી સ્તરે અસરકારક હથિયારોનો વિકાસ કરી શકાશે તો ભવિષ્યમાં ભારત આ હથિયારોને અન્ય દેશોને વેચી પણ શકશે.

ભારતી ક્ષમતાને વિશ્વના દેશો જોઈ અને જાણી ચૂક્યા છે.ઉપગ્રહો બનાવવા અને લોન્ચ કરવા અંગે તથા અંતરિક્ષ અભિયાનોમાં ભારતની ક્ષમતા જોઈ ચૂકેલા દેશો હવે ભારતને મહત્ત્વ આપવા લાગ્યા છે.આ દેશો માને છે કે, સંરક્ષણ ક્ષેત્રે પણ ભારત પોતાની ક્ષમતા સાબિત કરી શકે છે.ભારતને હાલમાં સૌથી વધારે સમસ્યા ચીનથી થઈ રહી છે.ચીન પોતાની વિસ્તારવાદી નીતિને પગલે સતત ભારતને કનડતો આવ્યો છે.બીજી તરફ તે ભારતના પાડોશી દેશોને પણ ભારત વિરોધી ઉશ્કેરીને નવી મુશ્કેલીઓ ઊભી કરાવતો હોય છે.તેણે હવે સાર્ક દેશો ઉપર પણ પોતાનું પ્રભુત્વ જમાવી લીધું છે.પાકિસ્તાનને તો તે છડેચોક મદદ કરીને ઉશ્કેરતો જ હોય છે, પણ હવે તેણે નેપાળ અને શ્રીલંકાને પોતાના તરફ ખેંચવાના પ્રયત્નો સક્રિય કરી દીધા છે. તેણે શ્રીલંકાના પોર્ટ પર પોતાનું વર્ચસ્વ વધારી ભારતની મુશ્કેલી વધારવાનું કામ શરૂ કરી દીધું છે.આ સ્થિતિમાં સ્વદેશી સબમરીનો ડ્રેગન મેલા મનસૂબાને કાબૂમાં રાખવા ખૂબ જ ઉપયોગી સાબિત થશે.

Share Now