વડોદરા ન્યૂ રીલેક્ષ ઇન હોટલમાં ચાલતું સેક્સરેકેટ પકડાયું : 2 યુવતી પકડાઈ

222

– વડોદરાના સયાજીગંજ વિસ્તારની ન્યૂ રીલેક્ષ ઇન હોટલમાં સેક્સરેકેટ ચાલતું હતું ત્યારે પોલીસ ત્રાટકી
– ગ્રાહકો પાસેથી ઓનલાઇન પેમેન્ટ કરાવ્યા બાદ હોટલમાં એન્ટ્રી આપવામાં આવતી હતી

વડોદરા : વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં આવેલી ન્યૂ રીલેક્ષ ઇન હોટલમાં મંગળવારે મોડી રાત્રે SOGની ટીમે દરોડો પાડીને હાઇપ્રોફાઇલ સેક્સરેકેટનો પર્દાફાશ કર્યો હતો,જેમાં 2 યુવતી સહિત 5લોકોની અટકાયત કરીને SOGની ટીમે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

વડોદરા શહેરના રેલવે સ્ટેશન નજીક આવેલી ન્યૂ રીલેક્ષ ઇન હોટલમાં સેક્સરેકેટ ચાલતું હોવાની બાતમી વડોદરા SOGને મળી હતી,જેથી SOGની ટીમે મંગળવારે મોડી રાત્રે SOGની ટીમે ન્યૂ રીલેક્ષ ઇન હોટલમાં રેડ પાડી હતી અને પોલીસને જોતાં જ હોટલમાં દોડધામ મચી ગઇ હતી.રેડ દરમિયાન પોલીસને હોટલમાંથી 2 યુવતી મળી આવી હતી. SOGની ટીમે બંને યુવતીની સઘન પૂછપરછ શરૂ કરી હતી,જેમાં સેકેસરેકેટ ચલાવનાર માસ્ટર માઇન્ડ મહારાષ્ટ્રથી યુવતીઓ બોલાવતો હતો અને વડોદરાની ન્યૂ રીલેક્ષ ઇન હોટલમાં રાખીને સેક્સ રેકેટ ચલાવતો હતો.પોલીસ તપાસ દરમિયાન હોટલમાંથી કોન્ડોમ મળી આવ્યા હતા.સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર આ સેક્સ રેકેટ ચાલતુ હતું અને ગ્રાહકોને ફોન પર યુવતીઓના ફોટો મોકલવામાં આવતા હતા.

પોલીસે હોટલમાંથી 2 યુવતીની સાથે સાથે હોટલના મેનેજર રમેશભાઇ પુંજાભાઇ ડાભી(ઉ.40) (રહે, વીરપુરના મુવાડા, મુડાવડેખ, તા.ખાનપુર, જિ.મહીસાગર), પ્રવિણભાઇ અર્જુનભાઇ ગોહિલ(ઉ.23), (રહે, 40, 41, વિરલપાર્ક સોસાયટી, અંબે સ્કૂલ પાસે, મકરપુરા, વડોદરા) અને દેવરાજ મુકેશભાઇ કાપડી(ઉ.32), (રહે, એ-17, ભગવતીપાર્ક, ઓપી રોડ, વડોદરા, મૂળ રહે, 306, અમીધારા સોસાયટી, દાણુ, ઇસ્ટ, પટેલ પાર્ક, પાલઘર, મહારાષ્ટ્ર)ની અટકાયત કરી હતી અને રાજસ્થાનના ઉદેપુરના રહેવાસી કચરૂ લાલજી પટેલને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે.

સયાજીગંજ વિસ્તારમાંથી દારૂ પકાડાતાં ડી-સ્ટાફનું વિસર્જન કરાયું હતું.ઉલ્લેખનીય છે કે બે દિવસ અગાઉ SOGની ટીમે સયાજીગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા પરશુરામ ભઠ્ઠામાંથી નામચીન બૂટલેગરોનો 3.33 લાખની કિંમતનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. SOGની રેડ દરમિયાન સયાજીગંજ પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઊંઘતો ઝડપાયો હતો અને બૂટલેગર સાથે પોલીસની સાઠગાંઠ ખુલ્લી પડતાં સમગ્ર ડી-સ્ટાફની ટીમનું વિસર્જન કરી દેવામાં આવ્યું હતુ.

Share Now