અમદાવાદ નિકોલમાં ચોપડા વિતરણ કાર્યક્રમમાં પાટીલની હાજરીમાં જ સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા, અનેક આગેવાનો હતા હાજર

53

અમદાવાદ : અમદાવાદમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલની હાજરીમાં જ સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડતા જોવા મળ્યાં છે.શહેરના નિકોલ વિસ્તારમાં પાટીલના હસ્તે ચોપડા વિતરણ કરવામાં આવ્યું હતું.આ સમયે ખૂબ જ મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો જ ભેગા થયા હતાં અને કોવિડ-19 ની ગાઈડ લાઈનના ધજાગરા ઉડતા જોવા મળ્યાં.

ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને ચોપડા વિતરણ કરવામાં આવ્યું હતું

નિકોલ વિધાનસભા વિસ્તારમાં ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને ચોપડા વિતરણ કરવામાં આવ્યું હતું.આ સમયે સાંસદ હસમુખ પટેલ,ધારાસભ્ય જગદીશ પટેલ,પ્રદિપસિંહ વાઘેલા અને ધર્મેન્દ્ર શાહ ઉપસ્થિત રહ્યાં હતાં.આ સાથે મેયર કિરીટ પરમાર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટ સહિતના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યાં હતાં.આમ, મેયર સહિતના કોર્પોરેશનના આગેવાનોની ઉપસ્થિતિમાં જ સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડાડતા જોવા મળ્યાં હતાં.

Share Now