તમારૂ બાળક આંતરરાષ્ટ્રીય માર્કેટમાં વેચાઇ તો નથી ગયું ને? આયા રાખતા પહેલા રહેજો સાવધાન

54

અમદાવાદ : દેશમાં માનવ તસ્કરીની ઘટનાઓમાં વધારો થઇ રહ્યો હોય તેવા કિસ્સાઓ અવાર નવાર પ્રકાશમાં આવતા રહે છે.આવા કિસ્સામાં મોટે ભાગે માતા-પિતા બંન્ને વર્કિંગ હોય અને આયાના ભરોસે બાળક મુકીને જતા હોય તેવા મા બાપે ચેતી જવાની જરૂર છે. કારણ કે આ લોકો આયાને ભરોસે બાળક મુકીને જતા રહે છે.અમદાવાદમાં ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શહેરમાં વર્કિંગ કપલે પોતાના બાળકને સાચવવા માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરીને આયાને રાખી હતી.જો કે આયાએ બાળકને સાચવવાની સાથે જ મહારાષ્ટ્રના એક દલાલને આ બાળક વેચી નાખવાનો પ્લાન ઘડી કાઢ્યો હતો.

શહેરના ચાંદખેડા વિસ્તારમાં એક વર્કિંગ કપલ પોતાના બાળક સાથે રહે છે. તેઓ છેલ્લા 11 મહિનાની એક નાનકડી દિકરી છે.જેને તેઓ લાડકોડથી ઉછેરી રહ્યા છે.જો કે મીહિરભાઇ આઇટી કંપની ધરાવે છે અને તેમની પત્ની પણ આઇટી પ્રોફેશનલ છે. બંન્ને જણા કામના સમયે પોતાની દીકરીની સંભાળ રાખવામાં ખુબ જ તકલીફ પડી હતી.જેના કારણે તેમણે દિકરીનો ખ્યાલ રાખવા માટે એક આયા રાખવાનું વિચાર્યું.પોતે ટેક્નોસેવી હોવાના કારણે ઓનલાઇન જ એપ દ્વારા આયાને શોધી કાઢી હતી.

આયાને મહિને 18 હજાર રૂપિયા પગાર પર તેમણે રાખી લીધી હતી. બિંદુ નામની આયા બાળકીને સારી રીતે રાખતી હતી અને ખુબ જ સાચવતી હતી.જેના કારણે તેને સંતોષ થયો કે તેઓનું બાળક સુરક્ષીત છે.જો કે બિંદુના મનમાં કંઇક અલગ જ ચાલતું હતું. જો કે એક દિવસ આ દંપત્તી ઘરે હતું અને એક એવો ફોન આવ્યો કે સમગ્ર રેકેટનો પર્દાફાશ થઇ ગયો હતો.મીહિરભાઇ પર પશ્ચિમ બંગાળથી એક પોલીસ ઓફિસરનો ફોન આવ્યો જેમાં તેમણે કહ્યું કે, તમે બાળકને સાચવવા માટે આયા રાખી તેનું નામ બિંદુ છે? મીહિરભાઇએ હા પાડી હતી.જેથી તેમણે કહ્યું કે, આંતરરાષ્ટ્રીય હ્યુમન ટ્રાફિકિંગ રેકેટના લોકોમાં તમારી દિકરીનો ફોટો ફરી રહ્યો છે.આ મહિલા તમારી બાળકીને વેચવા માંગે છે.

જેથી ગભરાયેલા મીહિરભાઇએ તત્કાલ ઘરે ફોન કર્યો હતો. તપાસ કરી તો બિંદુ અને તેમની દિકરી માહી ઘરે જ હતા.તત્કાલ તેમણે સ્થાનિક પોલીસને જાણ કરી અને તેઓ પણ ઘરે પહોંચ્યા હતા.બંગાળનું એક દંપત્તી બાળક દત્તક લેવા માંગતું હતું. જેથી પ્રશાંત કામલે નામના વ્યક્તિના સંપર્કમાં આવ્યા.જેણે કહ્યું કે, એક ગરીબ દંપત્તી બાળકને દત્તક લેવા માંગે છે. જેથી તેમણે બિંદુ સાથેવાત કરાવી હતી.આ વાતમાં બાળકીનું જન્મ તારીખ બિંદુ કહી શકી નહી અને સમગ્ર રેકેટનો ભાંડો ફુટી ગયો હતો. પોલીસે પહોંચીને બિંદુને ઝડપી લીધી હતી.તેની પાસેથી પશ્ચિમ બંગાળની ટિકિટ પણ મળી હતી.જો કે એક દિવસ પણ મોડુ થયું હોત તો કદાચ આ દંપત્તીનું બાળક તેમની પાસે નહોત.

Share Now