57 મુસ્લિમ દેશોએ ભેગા થઈને આ મુદ્દા પર ભારતની કરી ટીકા, શું જવાબ આપશે મોદી સરકાર?

120

– આસામમાં ફોટોગ્રાફરના મોત મામલે વિવાદ વકર્યો
– વિપક્ષે મોદી સરકાર પર કર્યા આકરા પ્રહાર
– ઈસ્લામિક સહયોગ સંગઠને હિંસાની કડક નીંદા કરી

અસમના દરાંગ જિલ્લામાં ઢોલપુર ખાતે ગોરુખુટી ક્ષેત્રમાં ફોટોગ્રાફરનો ખરાબ હાલતમાં મૃતદેહ મલી આવ્યો છે.જેની વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.જેને લઈને વિપક્ષ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કરી રહી છે.હવે સમગ્ર મામલે ઈસ્લામિક સહયોગ સંગઠને નોર્થ ઈસ્ટ રાજ્યોમાં મુસ્લિમ સમુદાય પર થઈ રહેલી હિંસા પર ટિપ્પણી કરી છે.

પોલીસ સાથેની હિંસામાં બેના મોત થયા હતા

ગત મહિને અસમના દરાંગ જિલ્લામાં પોલીસ અને સ્થાનીકો વચ્ચે હિસાં થઈ હતી.જેમા બે લોકોના મોત થયા હતા.જેના એક ફોટોગ્રાફરના મૃતદેહનો વીડિયોવાયરલ થઈ રહ્યો છે.જેને લઈને કેન્દ્ર સરકાર પર વિપક્ષ પ્રહાર કરી રહ્યું છે.સાથે જ હવે તો મુસ્લિમ સંગઠન આઈઓસી દ્વારા પણ આ હિંસાની નિંદા કરવામાં આવી છે.

વિરોધ પ્રદર્શનમાં થયા હતા મોત

સંગઠને તેના ટ્વીટર એકાઉન્ટમાં લખ્યું કે નોર્થ-ઈસ્ટ રાજ્યોમાં મસ્લિમ સમુદાય સામે થઈ રહેલી હિંસાનો તેઓ વિરોધ કરે છે.અસમમાં ઘણા મુસ્લિમ પરિવારોના ઘર ખાલી કરવામાં આવ્યા હતા.જેને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો હતો.જોકે આ પ્રદર્શનમાં ઘણા મુસ્લીમોનાં મોત થયા ગયા જેના કારણે આ મુ્દ્દો હાલ ગરમાયો છે.

મુસ્લિમ સંગઠને ટ્વીટર પર કર્યું ટ્વીટ

સમગ્ર મામલે મુસ્લિમ સંગઠને મીડિયાને ટાર્ગેટ કરતા કહ્યું કે મીડિયા રિપોર્ટ પણ આમા શર્મજનક છે.કારણકે ભારતીય અધિકારીઓએ આ મામલે જવાબદારી ભર્યું પગલું લેવી પડે.વધુમાં સંગઠન દ્વારા કહેવામાં આવ્યું કે ભારત સરકારે મુસ્લિમ અલ્પસંખ્યકોની રક્ષા કરવી જોઈએ.જોકે આ સમગ્ર મામલે ભારતના વિદેશ મંત્રાલય દ્વારા હજુ સુધી કોઈ ટિપ્પણી કરવામાં નથી આવી.

Share Now