ઈન્દોરમાં ગરબા ઈવેન્ટમાં બજરંગદળનો હંગામો, બિન હિન્દુ યુવકોને પકડીને પોલીસને સોંપ્યા

64

મધ્યપ્રદેશ,તા.12 ઓક્ટોબર : મધ્યપ્રદેશના ઈન્દોરમાં આવેલી એક કોલેજમાં યોજાયેલા ગરબામાં ભારે હંગામો મચ્યો હતો. આ ઈવેન્ટમાં ગરબા રમી ચાર બિન હિન્દુઓને બજરંગદળે પકડી પાડ્યા હતા અને પોલીસને સોંપી દીધા હતા.ઓક્સફોર્ડ કોલેજમાં ગરબા માટે પોલીસે 800 લોકોની પરવાનગી આપી હતી અને નવ વાગ્યાની સમય સીમા નક્કી કરાઈ હતી.એ પછી પણ ગરબા ચાલુ રહ્યા હતા અ્ને આયોજકોએ 5000થી વધારે લોકોની ભીડ એકઠી કરી હતી.

જેના પગલે પોલીસે કાર્યવાહી કરી હતી, તો બીજી તરફ બજરંગદળે પણ અહીંયા હંગામો કર્યો હતો અને કહ્યુ હતુ કે, વગર પરવાનગીએ ગરબા થઈ રહ્યા હતા. 5000 લોકો ગરબા માટે એકઠા થયા હતા અને કેટલાક બિન હિન્દુઓ પણ હિન્દુ યુવતીઓ સાથે ગરબા રમી રહ્યા હતા. ચાર યુવકોને અમે પોલીસને સોંપ્યા હતા.બીજી તરફ પોલીસે આયોજકોને પૂછપરછ માટે બોલાવીને કાર્યવાહી શરૂ કરી છે.

Share Now