આર્યન ખાન લગભગ ચાર વર્ષથી ડ્રગ્સ લે છે : NCB

90

– ડ્રગ્સ અંગેની સજા શું છે તે જાણો
– આર્યન ખાનને છ મહિનાથી લઈને એક વર્ષની સજા થઈ શકે છે

નવી દિલ્હી : બોલિવૂડ અભિનેતા શાહરૃખ ખાનનો પુત્ર ડ્રગ્સ સાથે સંલગ્ન ગુના બદલ જેલમાં છે.નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (એનસીબી)એ બીજી ઓક્ટોબરે મુંબઈ નજીક ક્રુઝ શિપ પર દરોડો પાડી તેની ધરપકડ કરી હતી.એનસીબીનું કહેવું છે કે આર્યન ખાન ક્રુઝ શિપ પર ડ્રગ્સ લેતો હતો.ભારતમાં નાર્કોટિક્સ એન્ડ સાઇકોટ્રોપિક સબસ્ટેન્સિસ (એનડીપીએસ) એક્ટ 1985 હેઠળ આ બાબત ગુનો બને છે.
એનસીબીએ આર્યન ખાનની સાથે ડ્રગ્સના વેચાણ અને તેને ગેરકાયદેસર રીતે વેચવાનો ગુનો નોંધ્યો છે.ભારતમાં ડ્રગ્સનો કાયદો એ રીતે બનાવાયો છે જેથી તેના ઉપયોગમાં ઘટાડો થાય.

નાર્કોટિક્સ એન્ડ સાઇકોટ્રોપિક સબસ્ટેન્સ એમ બંને સ્વરૃપમાં ડ્રગ્સને વર્ગીકૃત કરવામાં આવ્યું છે.આ કાયદા હેઠળ ભારતમાં નાર્કોટિક ડ્રગ્સ અને સાઇકોટ્રોપિક સબસ્ટેન્સિસનું ઉત્પાદન,ખેડાણ,કબ્જો,વેચાણ,વપરાશ,ખરીદી,આયાત,નિકાસ અને વપરાશ ગુનો છે. હવે ભારતમાં ડ્રગ્સના વેચાણ અને વપરાશ બદલ થતી સજા જોઈએ. વાસ્તવમાં ભારતમાં ડ્રગ્સ અંગેના કાયદા ઘણા લવચીક છે.તમારી પાસેથી કેટલું ડ્રગ્સ પકડાયું છે તેના પર સજાનો આધાર રહેલો છે.

આર્યનના કેસમાં જોઈએ તો એનસીબીએ હજી સુધી જણાવ્યું નથી કે તેની પાસેથી કેટલું ડ્રગ્સ મળ્યું હતું.જો કે તેણે જણાવ્યું હતું કે મિત્ર અરબાઝ મર્ચન્ટ પાંચ ગ્રામ ચરસ તેના જૂતામાં લઈ આવ્યો હતો.એનસીબીની ટીમે દરોડા દરમિયાન તેની પાસેથી આટલું ચરસ જપ્ત કર્યુ હતું.

ચરસનું પ્રમાણ 100 ગ્રામથી ઓછું હોય તો તેને નાનો જથ્થો કહેવાય છે.આ પ્રકારના ચરસ કે બીજા ડ્રગ્સ, કોકેઇન,હેરોઇન,અફીણ અને મોર્ફિનના વેચાણ બદલ એનડીપીડીએસ એક્ટ હેઠળ મહત્તમ એક વર્ષની સખ્ત કેદની સજા અને દસ હજાર રુપિયાનો દંડ થઈ શકે છે.કોકેઇન,મોર્ફિન અને હેરોઇન વપરાશ માટે લીધું હોય તો 20 હજાર રુપિયા દંડ અને એક વર્ષની સજા કે બંને થઈ શકે છે.આ સિવાય અન્ય ડ્રગ્સ લીધા હોય તો છ મહિનાની સજા કે દસ હજારનો દંડ અથવા તો બંને થઈ શકે છે.

આર્યનનું વર્ગીકરણ ડ્રગ એડિક્ટ તરીકે કરાયું છે. એનસીબીનું કહેવું છે કે આર્યન ચાર વર્ષથી ડ્રગ લેતો હોઈ શકે છે.તેણે ભૂતકાળમાં પણ ડ્રગ્સ લીધું હોવાની કબૂલાત કરી છે.કાયદા મુજબ ડ્રગ્સના બંધાણીની સારવાર ચાલતી હોય તો તેને રાહત મળી શકે છે,પરંતુ જો તેણે સંપૂર્ણ સારવાર ન લીધી હોય તો તેને કાયદામાં કોઈ રાહત નહી મળે.આ સંજોગોમાં આર્યનને છ મહિનાથી લઈને એક વર્ષની સજા થઈ શકે છે.

Share Now