ગરીબો પાસેથી વસૂલાત કરતી બેન્કો દ્વારા દેશના 13 કોર્પોરેટ ઉદ્યોગ ગૃહોની રૂા. 2.85 લાખ કરોડની લોન માફ

57

બૅન્કોને લૂંટી રહેલા ઉદ્યોગોને અનુકળ થાય તેવા નિર્ણયો સરકાર લઈ રહી છે ત્યારે દેશનું બૅન્કિંગ તંત્ર સાવ જ ખાડે જાય તેવી દહેશત વધી રહી છે.નેશનલ કંપની લૉ ટ્રિબ્યુનલ પણ બૅન્કના નાણાં ન ભરી શકાય તેમ કહીને નાદારી નોંધાવનારી કંપનીઓને બૅન્કના દેવામાંથી મુક્ત થવાનો માર્ગ મોકળો કરી આપતી હોય તેવી સ્થિતિ છે.

બીજા શબ્દોમાં કહીએ તો દેવામાંથી બહાર નીકળી જવાનો સરળ રસ્તો કરી આપી રહી હોય તેવી સ્થિતિ છે.બેન્કમાંથી લોન લીધા બાદ જે હેતુ માટે લોન લીધી હોય તે હેતુ સિવાયના ઉદ્દેશ માટે તે પૈસા વાપરી નાખીને કોર્પોરેટ પોતાના માનીના માણસો મારફતે જ કંપની પૈસા ભરી શકે તેમ ન હોવાનું જણાવીને તેને નાદાર જાહેર કરવાની અરજી એનસીએલટીમાં કરાવે છે.ત્યારબાદ તેનો ચાર્જ પ્રોફેશનલ્સને સોંપવામાં આવે છે.

આ પ્રોફેશનલ કંપનીને પાછી પાટે ચઢાવે તો તેને તેના માટે માત્ર પગાર જેટલી જ રકમ મળે છે.પરંતુ જો તેને તે ખાડે લઈ જાય તો તેને તેનાથી અનેક ગણી વધુ રકમ મળે છે.પરિણામે તેમને પણ કંપનીને થાળે પાડવામાં રસ હોતો નથી.તેથી તેઓ પઁણ કંપનીને અનુકૂળ હોય તેવું સેટલમેન્ટ કરી આપે છે.બૅન્કના અધિકારીઓ પણ કંપનીના મેનેજમેન્ટ સાથે ભળેલા હોવાથી તેઓ પણ મોટા હેરકટ સાથે સમાધાનને માન્ય કરી લેતા હોય છે.

તેમાં બૅન્ક અધિકારીઓના પણ અંગત હિતો સંકળાયેલા હોવાનું જાણવા મળી રહ્યું છે.છેલ્લા ઘણાં વરસોથી આ સ્થિતિ છે, પરંતુ પ્રજાના હિતમાં વીમા સુરક્ષિત રકમ રૂા. 5 લાખથી વધુ કરવા સરકાર તૈયાર નથી,પરંતુ બૅન્કને લૂંટનારાઓને રક્ષણ આપવા તૈયાર છે.નિરવ મોદી,વિજય માલ્યા કે જતીન મહેતા જેવા અનેક ડિફોલ્ટ દેશ છોડીને ભાગી ગયા છે,પરંતુ તેમને પાછા લાવવામાં મજબૂત ગણાતી ભાજપની સરકાર પણ સફળ થઈ નથી.

ઉદ્યોગગૃહ

– લોનની રકમ

– માંડવાળ કરેલી રકમ

– રકમ જતી કરી

શિવશંકર ઇન્ડસ્ટ્રીઝ

રૂા. 4800 કરોડ

રૂા. 320 કરોડ

રૂા. 4480 કરોડ

એબીજી શિપયાર્ડ

રૂા. 22,000 કરોડ

રૂા. 1200 કરોડ

રૂા.20,800 કરોડ

વિડિયોકોન

રૂા. 64000 કરોડ

રૂા. 2900 કરોડ

રૂા. 61,100 કરોડ

લેન્કો ઇન્ફ્રા

રૂા. 47000 કરોડ

રૂા.5300 કરોડ

રૂા. 41,700 કરોડ

આલોક ઇન્ડસ્ટ્રીઝ

રૂા. 30,000 કરોડ

રૂા. 5000 કરોડ

રૂા. 25000 કરોડ

એમટેક

રૂા. 13,500 કરોડ

રૂા. 2700 કરોડ

રૂા. 11,800 કરોડ

મોનેટ ઇસ્પાત

રૂા. 11,500 કરોડ

રૂા. 2800 કરોડ

રૂા. 8700 કરોડ

ઇલેક્ટ્રો સ્ટીલ્સ

રૂા. 14,000 કરોડ

રૂા. 5000 કરોડ

રૂા. 9000 કરોડ

ભૂષણ સ્ટીલ્સ

રૂા. 48,000 કરોડ

રૂા. 19,000 કરોડ

રૂા. 29,000 કરોડ

ડીએચએફએલ

રૂા. 91,000 કરોડ

રૂા. 37,000 કરોડ

રૂા. 54000 કરોડ

Share Now