સુરતના સંગીની-અરિહંત ગ્રુપ સહીત 27 સ્થળોએ ઈન્ક્મટેક્ષ DDI વિંગનું મેગા સર્ચ ઓપેરશન : બિલ્ડરોમાં ફફડાટ

401

– અમદાવાદ-સુરતના આવકવેરા વિભાગના અધિકારીઓ ત્રાટકતાં બિલ્ડર લોબીમાં ફફડાટ

સુરત : સુરતમાં લાંબા સમય બાદ આવક વેરા વિભાગ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે.બિલ્ડીંગ અને જ્વેલરીના વ્યવસાય સાથે સંકળાયેલા ગ્રુપ પર વહેલી સવારથી આવકવેરા વિભાગની ટીમ દ્વારા દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અમદાવાદ અને સુરતની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.જેમાં સંગીની ગ્રુપ,અરિહંત ગ્રુપ,અશેષ દોષી,મહેન્દ્ર ચંપક ગ્રુપ ખાતે ઈન્કમ ટેક્સ ડીડીઆઈ વિંગના દરોડાની કાર્યવાહી ચાલી રહી છે.જેથી ટીમને કોરોનાકાળ બાદ થયેલા સોદાઓમાં મોટા પાયે ગેરરીતિ થઈ હોવાથી મોટી રકમ હાથ લાગે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

સૂત્રઓ દ્વારા મળતી વિગતો મુજબ સુરતમાં ઈન્કમટેક્સના મોટાપાયે દરોડા હાથ ધરવામાં આવ્યાં છે.બિલ્ડર અને તેને સંલગ્ન જ્વેલર્સ ગ્રુપ અને તેમના બે ભાગીદારોને ત્યાં પણ રેડની કામગીરી હાથ ધરવામાં આવી છે.શહેર સહિતના અંદાજે 30 સ્થળે તપાસ હાથ ધરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.હાલ રેડની કામગીરીમાં મોટી સંખ્યામાં અમદાવાદ અને સુરતના અધિકારીઓ જોડાયાં છે.

કોરોનાકાળ બાદ બિલ્ડર લોબી માંડ પાટે ચડી રહી છે.ત્યારે સુરતમાં સંગીની ગ્રુપ,અરિહંત ગ્રુપ,અશેષ દોષી,મહેન્દ્ર ચંપક ગ્રુપ ખાતે આવકવેરા વિભાગ દ્વારા કરવામાં આવેલી કામગીરીને લઈને બિલ્ડર લોબીમાં ફફડાટનો માહોલ જોવા મળી રહ્યો છે. કોરોનાકાળ બાદ જમીનના સોદાઓ અને મકાનના વેચાણમાં થોડી તેજી જોવા મળી રહી છે તેવા સમયે આઈટીની કામગીરીથી બિલ્ડરોમાં રોષ સાથે ડરનો માહોલ પણ જોવા મળી રહ્યો છે.

શહેરના મોટા ગજાના બિલ્ડર અને ક્રેડાઈ સુરતના ભૂતપૂર્વ પ્રમુખ વેલજી શેટાના સંગિની ગ્રુપ પર રેઈડ કરવામાં આવી હોવાની પ્રાથમિક વિગતો સાંપડી છે.આ ઉપરાંત અરિહંત,અમોરા ગ્રુપ,મહેન્દ્રભાઈ ફાઈનાન્સર અને કિરણ સંઘવીને ત્યાં પણ દરોડા પડ્યા છે.એક સાથે 27 ઠેકાણા પર તપાસ ચલાવવામાં આવી રહી છે.સંગિની ગ્રુપ ઉપરાંત બાંધકામ ઉદ્યોગ સાથે સંકળાયેલા મોટા ગજાના દલાલોને પણ સર્ચ ઓપરેશનમાં આવરી લેવામાં આવ્યા હોવાની માહિતી મળી રહી છે.પ્રાપ્ત માહિતી અનુસાર આજે વહેલી સવારે સુરત આવકવેરા વિભાગની ડીરેક્ટોરેટ ઓફ ઈન્વેસ્ટીગેશન વિંગ દ્વારા દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.બદલી પામીને સુરત આવેલા નવા DDI વિંગના એડિશનલ કમિશનર ઇન્વેસ્ટિગેશન કેયૂર પટેલની આગેવાની અને માર્ગદર્શનમાં 125થી વધુ અધિકારીઓનો કાફલો 27 જેટલા સ્થળે સાગમટે તપાસ કરી રહ્યાં છે.આ વખતે ડીઆઈ વિંગ દ્વારા બિલ્ડર ગ્રુપને ટાર્ગેટ કરવામાં આવ્યું છે.ક્રેડાઈ સુરતના ભૂતપૂર્વ પ્રમુખ વેલજી શેટાના સંગિની ગ્રુપ પર દરોડા પાડવામાં આવ્યા છે.આ ઉપરાંત એક મોટા ગજાના દલાલનું નામ પણ સંભળાઈ રહ્યું છે.કુલ 27 ઠેકાણે તપાસ ચાલતી હોવાનું જાણવા મળ્યું છે.

નોંધનીય છે કે નોટબંધી બાદની મંદી છતાં સંગિની ગ્રુપ દ્વારા બાંધકામ ઉદ્યોગ ક્ષેત્રે નિયમિતપણે કોઈ પણ વિવાદમાં આવ્યા વિના સારું કામ કરવામાં આવ્યું છે.છેલ્લાં પાંચ વર્ષમાં તેઓએ સારા એવા પ્રોજેક્ટ વેસૂ,અડાજણ,ગૌરવપથ,જહાંગીરપુરા, વીઆઈપી રોડ પર મુક્યા છે.તેનું નિર્માણકાર્ય પણ નિયમિતપણે ચાલતું આવ્યું છે.હાલમાં સંગિની ગ્રુપના સંગિની ટેરેઝા,સ્વરાજ,વેદાન્તા,ઈવોક,એરાઈઝ, સિદ્ધાન્તા, સાકાર સહિતના 7 પ્રોજેક્ટ અંડરકન્સ્ટ્રક્શન છે.આ ઉપરાંત એમોરા ગ્રુપ દ્વારા વીઆર મોલની બાજુમાં એક ભવ્ય બેન્કવેટ હોલ બનાવવામાં આવ્યો છે.તે સિવાય અરિહંત ગ્રુપનું નામ સંભળાય છે.મહેન્દ્ર ફાયનાન્સર બિલ્ડરોમાં સારું કામકાજ ધરાવે છે.વધુમાં મુખ્યત્વે સંગીની અને અરિહંત જેવેલર્સમાં દરોડા હાથ ધરાયા તેમજ તેને સંલગ્ન હોમેલેન્ડ ગ્રુપના નરેન્દ્ર ગર્ગ,ફાઈનાન્સર અશેષ દોશી,કિરણ સંઘવી અને મહેન્દ્ર ચંપકના નિવસ્થાન અને ઓફિસમાં સર્ચ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.આ મેગા સર્ચ ઓપેરશનના અંતે ઈન્ક્મટેક્ષ વિભાગને કરોડો રૂપિયાના આર્થિક વ્યવહારો તેમજ જમીનમાં રોકાણ સંબંધિત દસ્તાવેજો પ્રાપ્ત થવાની શક્યતા છે અને કરોડો રૂપિયાની કર ચોરી પકડાય તેવી તેવી સંપૂર્ણ શક્યતા હોવાનું સૂત્રોએ ઉમેર્યું હતું.

Share Now