અમદાવાદમાં ખાનગી કોવિડ હોસ્પિટલોમાં 10 દિવસમાં જ કોરોનાના દર્દીઓમાં 6 ટકાનો વધારો, 254 દર્દી દાખલ

63
  • શહેરમાં 57 ખાનગી કોવિડ હોસ્પિટલ અને 3 ખાનગી કોવિડ સેન્ટર શરૂ કરાયાં છે
  • વેન્ટિલેટર સાથેના ICUમાં કુલ 233 બેડમાંથી માત્ર 7 બેડ ભરાયાં અને 226 બેડ હાલમાં ખાલી

 

28 જેટલી હોસ્પિટલોમાં દર્દીઓ સારવાર લઇ રહ્યા છે
અમદાવાદમાં ત્રીજી લહેરમાં કેસો હવે 10000ની નજીક પહોંચ્યા છે.હોસ્પિટલમાં દાખલ થનારા દર્દીઓની સંખ્યા હવે ધીરે ધીરે વધી છે,જેમાં આઇસોલેશન બેડમાં દાખલ થનારા દર્દીઓ વધુ છે.10 દિવસમાં ખાનગી હોસ્પિટલોમાં દાખલ થનારા દર્દીઓની સંખ્યામાં 6 ટકા વધારો નોંધાયો છે. 57માંથી 28 જેટલી હોસ્પિટલોમાં દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. સોલા સિમ્સ હોસ્પિટલમાં 31,એસજી હાઇવે પર આવેલી SGVP હોસ્પિટલમાં વધુ દર્દીઓ દાખલ છે.મણિનગર સ્ટર્લિંગ હોસ્પિટલ,કેર એન્ડ ક્યોર હોસ્પિટલ સહિત 4 હોસ્પિટલમાં 1-1 દર્દી વેન્ટિલેટર પર છે.

ખાનગી કોવિડ હોસ્પિટલમાં 91 ટકા બેડ ખાલી
આજની સ્થિતિએ અમદાવાદના 57 ખાનગી હોસ્પિટલ અને 3 ખાનગી કોવિડ સેન્ટરમાં 9 ટકા બેડ ભરેલાં છે અને 91 ટકા બેડ ખાલી છે,જેમાં કુલ 2885 બેડમાંથી 254 બેડ ભરાયાં છે અને 2631 બેડ ખાલી છે.શહેરની ખાનગી હોસ્પિટલો-કોવિડ સેન્ટરમાં સ્થિતિ જોઈએ તો આઈસોલેશનમાં કુલ 1050 બેડમાંથી 156 બેડ ભરાયાં છે અને 894 બેડ ખાલી છે. HDUના 1085 બેડમાંથી 75 બેડ ભરાયાં છે અને 1010 બેડ ખાલી છે.જ્યારે વેન્ટિલેટર વિનાના ICU બેડમાં કુલ 517 બેડમાંથી 16 બેડ ભરાયાં છે અને 501 બેડ ખાલી રહ્યાં છે તેમજ વેન્ટિલેટર સાથેના ICU બેડમાં કુલ 233 બેડમાંથી માત્ર 7 બેડ ભરાયાં છે અને 226 બેડ હાલમાં ખાલી પડ્યાં છે.

હાલ શહેરમાં કુલ 104 વિસ્તાર માઈક્રો કન્ટેન્મેન્ટમાં છે
ડિસેમ્બરના છેલ્લા સપ્તાહથી અમદાવાદમાં કેસની સંખ્યામાં સતત વધારો થતાં માઈક્રો કન્ટેન્મેન્ટમાં મૂકવામાં આવતા વિસ્તારોની સંખ્યા પણ સતત વધી રહી હતી.કેસની સમીક્ષાને આધારે મ્યુનિ. હેલ્થ વિભાગે બુધવારે વધુ 19 વિસ્તારને માઈક્રો કન્ટેન્મેન્ટમાં મૂક્યા હતા,જ્યારે 20ને દૂર કર્યા હતા.હાલ શહેરમાં કુલ 104 વિસ્તાર માઈક્રો કન્ટેન્મેન્ટમાં છે. બુધવારે કન્ટેન્મેન્ટમાં મૂકવામાં આવેલા વિસ્તારોમાં 2 વિસ્તાર ઉત્તર ઝોન,1 વિસ્તાર મધ્ય,પશ્ચિમ ઝોન,5 વિસ્તાર દક્ષિણ ઝોન,3 વિસ્તાર ઉ.પશ્ચિમ ઝોન,પૂર્વ અને દ.પશ્ચિમ ઝોનના 4-4 વિસ્તારનો સમાવેશ થાય છે.

Share Now