ઇન્ટેલ ૧૦૦ અબજ ડોલરના ખર્ચે વિશ્વનું સૌથી મોટું ચીપ નિર્માણ કોમ્પલેક્સ બનાવશે

58

હાલમાં સમગ્ર વિશ્વમાં સેમીકન્ડકટરની અછત ચાલી રહી છે જેની અસર સ્માર્ટ ફોનથી લઇને કારના નિર્માણ પર જોવા મળી રહી છે

વોશિંગ્ટન,તા.૨૩ : ઇન્ટેલ ૧૦૦ અબજ ડોલરનું રોકાણ કરીને ઓહિયોમાં વિશ્વનું સૌથી મોટું ચીપ બનાવવા માટેનું કોમ્પલેક્સ ઉભું કરશે તેમ કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું છે.ઉલ્લેખનીય છે કે હાલમાં સમગ્ર વિશ્વમાં સેમિકન્ડક્ટરની અછત ચાલી રહી છે.જેની અસર સ્માર્ટ ફોટથી લઇને કાર પર જોવા મળી રહી છે.

ઉલ્લેખનીય છે કે ઇન્ટેલના ચીફ એક્ઝિક્યુટીવ ઓફિસર(સીઇઓ) પેટ ગેલસિંગરે નવી નીતિ બનાવી છે.આ નવી નીતિ હેઠળ ઇન્ટેલ ચીપ માટે એશિયન દેશો પરની નિર્ભરતા ઘટાડવા માગે છે.ઉલ્લેખનીય છે કે ઇન્ટેલને ચીપ માટે એશિયન દેશો પર આધાર રાખવો પડે છે.

ગેલસિન્ગરના જણાવ્યા અનુસાર ૧૦૦૦ એકર જમીનમાં શરૃઆતમાં ૨૦ અબજ ડોલરનું રોકાણ કરવામાં આવશે જેના કારણે ૩૦૦૦ નોકરીઓનું સર્જન થશે.તબક્કાવાર રીતે આઠ ફેબ્રીકેશન પ્લાન્ટમાં કુલ ૧૦૦ અબજ ડોલરનું રોકાણ કરવામાં આવશે.

ઓહિયોમાં અત્યાર સુધીનું આ સૌથી મોટું રોકાણ હશે.આ સાથે જ ઓહિયોનું આ પ્લાન્ટ વિશ્વનું સૌથી મોટું ચીપ નિર્માતા સ્થળ બની જશે.જો કે આ કોમ્પલેક્સ તૈયાર કરવામાં વર્ષો લાગશે અને તેના કારણે હાલના ચિપના નિર્માતાઓ પર ખાસ કોઇ અસર પડશે નહીં.

ઉલ્લેખનીય છે કે બાઇડેન વહીવટી તંત્રે પણ અમેરિકામાં ચીપનું નિર્માણ વધારવા માટે ૫૨ અબજ ડોલરની સબસિડીને મંજૂરી આપી છે.ઉલ્લેખનીય છે કે ૨૦૨૧માં સેમિકન્ડકરના વેચાણમાં ઇન્ટેલ બીજા નંબરે આવી ગયું છે.પ્રથમ ક્રમે સેમસંગ ઇલેક્ટ્રોનિકસે હાંસલ કર્યો છે. ઇન્ટેલનો સેમિકન્ડકટરના વેચાણમાં માત્ર ૦.૫ ટકાની વૃદ્ધિ જોવા મળી છે.

સેમસંગે પણ ચીપના નિર્માણ માટે અમેરિકામાં મોટા પાયે રોકાણ કરવાની જાહેરાત કરી છે.બીજી તરફ ચીન પણ સેમિકન્ડકટર મેન્યુફેકચરિંગ ક્ષમતા વધારવા માટે મોટા પાયે રોકાણન કરી રહ્યું છે.

Share Now