હિન્દુઓને સભાની મંજૂરી આપશો તો ભારે પડશે : સિદ્ધુના સલાહકારની ધમકી

88

મેં હિન્દુઓને નહીં પણ ઉપદ્રવીઓને ધમકી આપી હતી ફરિયાદ દાખલ થતાં મોહમ્મદ મુસ્તફાનો બચાવ

અમૃતસર : પંજાબમાં ચૂંટણી સમયે જ કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ નવજોતસિંહ સિદ્ધુના સલાહકારે એક વિવાદ સર્જ્યો છે.સિદ્ધુના મુખ્ય રણનીતિ બાબતોના સલાહકાર મોહમ્મદ મુસ્તફાએ ધમકી ભર્યું નિવેદન આપ્યું હતું.મુસ્તફાનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તેઓ હિન્દૂઓને ધમકી આપતા જોવા મળી રહ્યા છે.જેને પગલે તેમની સામે આઇપીસીની કલમ 153એ અંતર્ગત કેસ દાખલ કરાયો છે.

કોંગ્રેસના ઉમેદવાર તેમજ પંજાબમાં કેબિનેટ મંત્રી રજિયા સુલ્તાનાના પતિ અને પૂર્વ ડીજીપી મોહમ્મદ મુસ્તફાનો આ વીડિયો બહુ વાઇરલ થઇ રહ્યો છે.જેમાં મુસ્તફા કહી રહ્યા છે કે હિન્દૂઓને જલસા માટેની અનુમતી આપી તો ગંભીર પરિસ્થિતિ પેદા કરી દઇશ.

તેમનો આ વીડિયો વાઇરલ થયા બાદ ભાજપના નેતાઓએ ચૂંટણી પંચ સમક્ષ ફરિયાદ દાખલ કરી છે.જેમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે મુસ્તફા હિન્દૂઓ અને જિલ્લા પ્રશાસનને ધમકી આપી રહ્યા છે કે હિન્દૂઓને સભાઓ માટે અનુમતી ન આપવામાં આવે નહીં તો પરીણામ સારૂ નહીં આવે.

જોકે વિવાદ થયા બાદ મુસ્તફાએ પોતાનો બચાવ કરતા દાવો કર્યો હતો કે તેઓએ હિન્દૂઓને આ ધમકી નથી આપી પણ ઉપદ્રવીઓ શબ્દનો પ્રયોગ કર્યો હતો.બીજી તરફ કેન્દ્રીય કેબિનેટ મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે ટ્વીટ કરીને મુસ્તફાનો આ વીડિયો શેર કર્યો છે અને લખ્યું છે કે મુસ્તફા ઘરમાં ઘુસીને મારવાની વાત કરી રહ્યા છે.કોંગ્રેસે પંજાબમાં હિન્દૂઓની વિરૂદ્ધમાં અત્યંત ખરાબ વાતાવરણ બનાવી દીધુ છે.

Share Now